Home Gujarat Digital Gujarat The States Rural Homes Will Now Become Smart Homes

ડિજિટલ ગુજરાત : રાજ્યના ગ્રામીણ ઘરો બનશે ‘સ્માર્ટ હોમ્સ’, અંદાજિત 25,000 ફાઇબર ટુ હોમ અપાશે જોડાણ

ડિજિટલ ગુજરાત
Published by: Offbeat Team
| Last Updated: Jan 07, 2025, 11:55 AM IST

GandhiNagar: ટેક્નોલોજીના મહત્તમ ઉપયોગ થકી જનસુખાકારી અને ‘ઇઝ ઑફ લિવિંગ’ વધારવાના ઉદ્દેશ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘ડિજિટલ ઇન્ડિયા’ અભિયાનની શરૂઆત કરી હતી. સમયની સાથે આ અભિયાન વધુ વિસ્તૃત થયું છે. આ અભિયાનને સાકાર કરવા માટે ગુજરાત પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ડિજિટલ ગુજરાતની દિશામાં આગળ વધી રહ્યું છે.

રાજ્યના ગ્રામીણ વિસ્તારોના ઘરોને ‘સ્માર્ટ હોમ્સ’માં રૂપાંતરિત કરીને તેમને ડિજિટલી સશક્ત બનાવવાના ઉદ્દેશ સાથે ગત સુશાસન દિવસ એટલે કે 25 ડિસેમ્બરના રોજ મુખ્યમંત્રીના દિશાનિર્દેશનમાં હર ઘર કનેક્ટિવિટી (ફાઇબર ટુ ફેમિલિ) પહેલની શરૂઆત કરવામાં આવી હતી. આ પહેલ હેઠળ ગુજરાતના ગ્રામ્ય વિસ્તારના ઘરોને માર્કેટ કરતા સસ્તા દરોએ ઉચ્ચ ગુણવત્તાયુક્ત ઇન્ટરનેટ કનેક્શન તેમજ અન્ય વેલ્યુ એડેડ સર્વિસિસ પૂરી પાડવામાં આવશે.

પાયલટ પ્રોજેક્ટ હેઠળ અંદાજિત 25,000 ફાઇબર ટુ હોમ જોડાણ અપાશે
રાજ્યના વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગ હેઠળ ગુજરાત ફાઈબર ગ્રીડ નેટવર્ક લિમિટેડ (GFGNL) દ્વારા હર ઘર કનેક્ટિવિટી (ફાઇબર-ટુ-ફેમિલિ) પહેલ શરૂ કરવામાં આવી છે. આ પહેલ અંતર્ગત GFGNL દ્વારા ગ્રામીણ વિસ્તારના ઘરોને સસ્તા અને ઉચ્ચ ગુણવત્તાયુક્ત ઇન્ટરનેટ કનેક્શનની સાથે વેલ્યુ-એડેડ-સેવાઓ (VAS) જેવી કે, વાઇ-ફાઇ સેવા, કેબલ TV (ફ્રી-ટુ-એર અને પેઇડ ચેનલ્સ), ઓ. ટી. ટી. (ઓવર-ધ-ટોપ ટેલિવિઝન) અને ગેમિંગનો આનંદ મળી રહે તે હેતુથી વિવિધ એજન્સીઓ સાથે ભાગીદારી કરીને પાયલટ પ્રોજેક્ટ તરીકે શરૂઆતમાં 25,000 FTTH (ફાઈબર-ટુ-હોમ) જોડાણ આપવામાં આવશે. ત્યારબાદ ભવિષ્યમાં આ જોડાણો વધારવામાં આવશે અને વધુ ને વધુ ગ્રામ્ય વિસ્તારના ઘરોને તેનો લાભ આપવામાં આવશે.

આ પહેલ થકી ગ્રામ્ય વિસ્તારોના ઘરોને ટેલિવિઝન મનોરંજન, યુટિલિટી બિલોની ચૂકવણી, ડિજિટલ સર્વિસ સ્ટેક, ગવર્મેન્ટ ટુ સિટિઝન્સ (G2C) જેવી સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ ઉપરાંત ઓનલાઇન એજ્યુકેશન (ઇ-એજ્યુકેશન), કૃષિ કે ખેતીવાડી માટે IoT સોલ્યુશન્સ, ઇ-એગ્રીકલ્ચર, પશુપાલન સંલગ્ન માહિતી પ્રસારણ, આરોગ્ય માટે ઇ-હેલ્થ અને ટેલિ-મેડિસિન્સ જેવી સેવાઓ પણ ઘરબેઠા જ ઉપલબ્ધ થઈ શકશે.

ગ્રામીણ ઘરોને સ્માર્ટ હોમ્સ કરાશે રૂપાંતરિત
આ પહેલ દ્વારા ગ્રામીણ ઘરોને ડિજિટલી સશક્ત બનાવીને ‘સ્માર્ટ હોમ્સ’ રૂપાંતરિત કરવામાં આવશે. આ પહેલ શહેરી-ગ્રામીણ ડિજિટલ અંતરને દૂર કરશે તેમજ ગુજરાતના ગ્રામીણ નાગરિકોને શહેરી વિસ્તારને સમકક્ષ સેવા, લાભો અને તકો પ્રદાન કરી શકાશે.

ડિજિટલ કનેક્ટિવિટી પ્રદાન કરવા માટે ચાર નવી પહેલો
રાજ્યના ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં સુલભ ડિજિટલ કનેક્ટિવિટી પ્રદાન કરવાના ઉદ્દેશથી ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગ હેઠળના ગુજરાત ફાઈબર ગ્રીડ નેટવર્ક લિમિટેડ (GFGNL) દ્વારા ચાર નવી પરિવર્તનકારી પહેલો ગયા મહિને 25 ડિસેમ્બરના રોજ શરૂ કરવામાં આવી હતી. આ પહેલોમાં હર ઘર કનેક્ટિવિટી (ફાઈબર-ટુ-ફેમિલી) પહેલ ઉપરાંત ગ્રામ્યકક્ષાએ કનેક્ટિવિટી - ફાઇબર ટુ ફિલ્ડ ઓફિસ પહેલ, ફાઈબર-ટુ-ફાર ફ્લંગ ટાવર્સ પહેલ તેમજ શહેરી કક્ષાએ કનેક્ટિવિટીની પહેલનો સમાવેશ થાય છે.

આ પહેલો હેઠળ રાજ્યના ગ્રામ્ય પ્રજાજનોને સરળતાથી ડિજિટલ કનેક્ટિવિટી મળે તે હેતુથી ગ્રામીણ સરકારી કચેરીઓને ભારતનેટ નેટવર્ક થકી રાજ્યના પાટનગર ગાંધીનગર સાથે જોડવામાં આવશે, જે ઇ-ગવર્નન્સને વધુ મજબૂત બનાવશે. આ ઉપરાંત GFGNL શહેરી વિસ્તારોમાં પણ સરકારી કચેરીઓ માટે ઝડપી કનેક્ટિવિટી પ્રદાન કરશે.

ભારત નેટ ફેઝ-3માં પણ અગ્રેસર રહેવા માટે કટિબદ્ધ
ઉલ્લેખનીય છે કે, ગુજરાત રાજ્ય સ્ટેટ લેડ મોડેલ અંતર્ગત ભારતનેટ ફેઝ-3 (અમેન્ડેડ ભારતનેટ પ્રોગ્રામ) માટે ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન (DoT) દ્વારા પસંદ કરવામાં આવેલું પ્રથમ રાજ્ય છે, જેના અંતર્ગત મેમોરેન્ડમ ઓફ કો-ઓપરેશન (MoC) પર કેન્દ્ર સરકાર સાથે સમજૂતી કરાર થયેલ છે. ગુજરાત રાજ્ય ભારતનેટ ફેઝ-2 પ્રોજેક્ટ માળખા તેમજ ઉપયોગિતામાં અગ્રેસર રહેલ છે, આ સાથે ભારત નેટ ફેઝ-3માં પણ અગ્રેસર રહેવા માટે કટિબદ્ધ છે.

ઉપરોક્ત ચાર પરિવર્તનકારી પહેલ થકી આગામી સમયમાં ગુજરાત સરકાર કનેક્ટેડ ગવર્મેન્ટ, કનેક્ટેડ સિટિઝન્સ, કનેક્ટેડ કમ્યુનિટી અને કનેક્ટેડ બિઝનેસનો લક્ષ્યાંક સાકાર કરશે. ગ્રામીણ સમુદાયોના સશક્તિકરણ થકીના આ પ્રયાસો ડિજિટલ ગુજરાતની યાત્રાને વધુ વેગ આપશે જે વડાપ્રધાનના ડિજિટલ ઇન્ડિયાના વિરાટ સ્વપ્નને સાકાર કરવામાં મહત્વપૂર્ણ બની રહેશે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

મધ્ય ગુજરાત-સૌરાષ્ટ્રને જોડતા ગંભીરા બ્રિજ પર સ્ટીલ સ્ટ્રક્ચર તૈયાર: ટૂંક સમયમાં ટુ-વ્હીલર માટે માર્ગ ખુલ્લો મુકાશે

મધ્ય ગુજરાત-સૌરાષ્ટ્રને જોડતા ગંભીરા બ્રિજ પર સ્ટીલ સ્ટ્રક્ચર તૈયાર

કુદરત રૂઠી, ખેડૂતો પાયમાલ!: તોફાની પવન-માવઠાથી કેસર કેરી સહિત અનેક પાકને ભારે ફટકો, જાણો કયા જિલ્લાઓમાં સૌથી વધુ અસર?

કુદરત રૂઠી, ખેડૂતો પાયમાલ!

‘અહીં મારું ચાલશે, નીકળ લુખ્ખા’: અમદાવાદમાં PSI એ યુવકને ધમકાવ્યો, SP સુધી પહોંચી ફરિયાદ

‘અહીં મારું ચાલશે, નીકળ લુખ્ખા’
Play Video

બોટાદના બરવાળામાં ફટાકડા ફેક્ટરીમાં ભયાનક બ્લાસ્ટ: 1 નું કમકમાટીભર્યું મોત અને 2 ગંભીર ઈજાગ્રસ્ત

બોટાદના બરવાળામાં ફટાકડા ફેક્ટરીમાં ભયાનક બ્લાસ્ટ
Play Video

પિચ પર દેખાશે સચિન, લારા, યુવરાજ જેવા લેજેન્ડ્સ...: વડોદરામાં શરૂ થવા જઈ રહી છે IML ની બીજી સીઝન

પિચ પર દેખાશે સચિન, લારા, યુવરાજ જેવા લેજેન્ડ્સ...

અમદાવાદમાં UCC સામે AIMIMનું વિરોધ પ્રદર્શન: જામા મસ્જિદ બહાર યોજાયા શાંતિપૂર્ણ દેખાવો

અમદાવાદમાં UCC સામે AIMIMનું વિરોધ પ્રદર્શન
Play Video

વડોદરાનો ચર્ચિત ‘રક્ષિત કાંડ’: સુપ્રીમ કોર્ટે પણ આરોપીના જામીન રાખ્યા યથાવત, રાજ્ય સરકારની અરજી ફગાવી

વડોદરાનો ચર્ચિત ‘રક્ષિત કાંડ’

ગુજરાતના 22 વર્ષીય ખેલાડીએ રચ્યો ઇતિહાસ: T20 ક્રિકેટમાં ક્રિસ ગેલને પછાડી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ!

ગુજરાતના 22 વર્ષીય ખેલાડીએ રચ્યો ઇતિહાસ

ગુજરાતનો નવો 'કોસ્ટલ હાઈવે' બનશે ગેમ ચેન્જર: સુરત-ભરૂચ વચ્ચે 30 મિનિટનો સમય બચશે, હવે દક્ષિણ ગુજરાતના વિકાસને લાગશે પાંખો

ગુજરાતનો નવો 'કોસ્ટલ હાઈવે' બનશે ગેમ ચેન્જર

શું ગુજરાતમાં ફરી આવશે વરસાદ?: હવામાન વિભાગે આગામી 7 દિવસ માટે કરી મોટી આગાહી, જાણો ગુજરાતમાં આગામી 72 કલાક કેવા રહેશે?

શું ગુજરાતમાં ફરી આવશે વરસાદ?

ગુજરાત મહેસૂલ વિભાગમાં મોટો વહીવટી ફેરબદલ: એકસાથે 880 કર્મચારીઓની બઢતી અને બદલીના આદેશ

ગુજરાત મહેસૂલ વિભાગમાં મોટો વહીવટી ફેરબદલ

ફિલ્મ 'ધ કેરલા સ્ટોરી' જેવી જ ઘટના અમદાવાદમાં!: હિન્દુ સગીરાનું નકલી આઈડી બનાવી ફસાવવાનું કાવતરું નિષ્ફળ

ફિલ્મ 'ધ કેરલા સ્ટોરી' જેવી જ ઘટના અમદાવાદમાં!

વલસાડ પોલીસમાં ચીપાયો બદલીનો ગંજીપો: નવરાત્રીના બીજા નોરતે 10 PI અને 3 PSI ની આંતરિક બદલી

વલસાડ પોલીસમાં ચીપાયો બદલીનો ગંજીપો

ધોલેરાની 14.60 લાખ રૂપિયાની ચોરીનો ભેદ ઉકેલાયો: અમદાવાદ ગ્રામ્ય LCBએ બે રીઢા તસ્કરોને ઝડપી પાડ્યા

ધોલેરાની 14.60 લાખ રૂપિયાની ચોરીનો ભેદ ઉકેલાયો

જહાંગીરપુરામાં કેરીના પાકને ભારે નુકસાન: સુરતમાં મીની વાવાઝોડાએ ખેડૂતોની મહેનત પર ફેરવ્યું પાણી

જહાંગીરપુરામાં કેરીના પાકને ભારે નુકસાન

ગાંધીનગર મહાનગરપાલિકામાં ACBના દરોડા: ઇન્ચાર્જ આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર 1 લાખની લાંચ લેતા ઝડપાયા

ગાંધીનગર મહાનગરપાલિકામાં ACBના દરોડા
Play Video

ગુજરાતમાં માવઠાનો માર: ખેડૂતો પાયમાલ: તાત્કાલિક સર્વે અને સહાય પેકેજની ઉગ્ર માંગ સાથે પાટણના ધારાસભ્ય આવ્યા ખેડૂતોના વ્હારે!

ગુજરાતમાં માવઠાનો માર: ખેડૂતો પાયમાલ
Play Video

પાટણના ઝીલિયામાં ફરી વળ્યું 'દાદા'નું બુલડોઝર: લોહિયાળ ગેંગવોર બાદ પોલીસ એક્શન મોડમાં! ભાવેશ દેસાઈનું ગેરકાયદેસર ફાર્મ હાઉસનું અસ્તિત્વ ભૂંસાઈ જશે

પાટણના ઝીલિયામાં ફરી વળ્યું 'દાદા'નું બુલડોઝર
Play Video

સુરત સાયબર ક્રાઇમની સૌથી મોટી સફળતા: ફોરેક્સ ટ્રેડિંગના નામે કરોડોનું ફૂલેકું ફેરવનાર આરોપી વડોદરાથી ઝડપાયો!

સુરત સાયબર ક્રાઇમની સૌથી મોટી સફળતા

ચોંકાવનારો ખુલાસો: ગુજરાતમાં ભરઉનાળે કેમ પડી રહ્યો છે આટલો ભયાનક વરસાદ? 1000 KM લાંબી સિસ્ટમ પાછળ શું છે હકીકત?

ચોંકાવનારો ખુલાસો