ઘણી વખત એક્ટર્સ વિશે ખોટી અફવાઓ ફેલાવવામાં આવે છે. ઘણા કલાકારોના મૃત્યુના ખોટા સમાચાર પણ વાયરલ થાય છે. હવે તાજેતરમાં કાજલ અગ્રવાલને આ ખોટા સમાચારમાંથી પસાર થવું પડ્યું. સોશિયલ મીડિયા પર કાજલ વિશે એવા સમાચાર ફેલાઈ રહ્યા છે કે તેનું રોડ અકસ્માતમાં મોત થયું છે. આ સમાચાર વાયરલ થયા પછી, અભિનેત્રીએ પોતે હકીકત જણાવી છે.
કાજલે શું કહ્યું?
સોમવારે કાજલે સોશિયલ મીડિયા પર લખ્યું, 'મેં સોશિયલ મીડિયા પર કેટલાક નકામા સમાચાર સાંભળ્યા કે મારું અકસ્માતમાં મૃત્યુ થયું. પરંતુ આ બધુ સાચું નથી. ભગવાનની કૃપાથી, હું બિલકુલ ઠીક છું અને તમને બધાને કહેવા માંગુ છું કે હું સુરક્ષિત છું. હું તમને બધાને વિનંતી કરવા માંગુ છું કે નકામી અફવાઓ પર વિશ્વાસ ન કરો. અમે સકારાત્મકતા પર ફોકસ કરીએ છીએ.'
જણાવી દઈએ કે, જ્યારે આ સમાચાર વાયરલ થઈ રહ્યા હતા, ત્યારે ઇ ટાઇમ્સે તેનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો, ત્યારે કાજલે કહ્યું કે તે હાલમાં વ્યસ્ત છે અને ટૂંક સમયમાં કનેક્ટ થશે.
પ્રોફેશનલ લાઈફ
કાજલના પ્રોફેશનલ લાઈફ વિશે વાત કરીએ તો, તે છેલ્લે કન્નપ્પામાં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેની સાથે વિષ્ણુ મંચુ, પ્રભાસ, મોહન બાબુ, મોહનલાલ અને અક્ષય કુમાર પણ હતા. આ ઉપરાંત, તે બોલિવૂડ ફિલ્મ સિકંદરમાં પણ જોવા મળી હતી જેમાં સલમાન ખાન અને રશ્મિકા મંદન્ના લીડ રોલમાં હતા. હવે કાજલ કમલ હાસનની ફિલ્મ ઈન્ડિયન 3 માં જોવા મળશે.