Home Entertainment Dhurandhar 2 Ranveer Singh Netflix Server Crash Pakistan

પાકિસ્તાનમાં રણવીર સિંહની ફિલ્મનો ભારે ક્રેઝ : Dhurandhar 2 ના ક્રેઝથી પાકિસ્તાનમાં Netflix સર્વર ક્રેશ

Netflix servers crashed in Pakistan due to the craze of Dhurandhar 2
Published by: Vaishnavi Pathak
Last Updated: May 16, 2026, 06:17 AM IST

પાકિસ્તાનમાં રણવીર સિંહની ફિલ્મનો ભારે ક્રેઝ, OTT રિલીઝ થતા જ સર્વર ડાઉન થયાનો દાવો

બોલિવૂડ સુપરસ્ટાર રણવીર સિંહની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'Dhurandhar 2' (Dhurandhar: The Revenge) હાલમાં ભારે ચર્ચામાં છે. ભારત સિવાય દુનિયાભરમાં આ ફિલ્મને Netflix પર રિલીઝ કરવામાં આવી છે. આ ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ પર આવતાની સાથે જ પાડોશી દેશ પાકિસ્તાનમાં એટલો જબરદસ્ત ક્રેઝ જોવા મળ્યો કે ત્યાં નેટફ્લિક્સનું સર્વર જ ક્રેશ થઈ ગયું હોવાના અહેવાલો સામે આવ્યા છે.

રાત્રે 12 વાગ્યે ફિલ્મ જોવા લોકો તૂટી પડ્યા

પાકિસ્તાનના જાણીતા કન્ટેન્ટ ક્રિએટર માવિયા ઉમર ફારૂકીએ સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કરીને આ દાવો કર્યો છે. તેમણે વીડિયોમાં જણાવ્યું કે, પાકિસ્તાનમાં 'Dhurandhar 2' રિલીઝ થતાં જ સર્વર ક્રેશ થઈ ગયું હતું. પાકિસ્તાની દર્શકો રાત્રે 12 વાગવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા કે ક્યારે નેટફ્લિક્સ પર ફિલ્મ આવે અને તેઓ તેને જુએ. બધાએ એક સાથે લોગ-ઈન કરવાનો પ્રયાસ કરતા સર્વર ડાઉન થઈ ગયું હતું.

આ પણ વાંચો: એક મહિના પછી પણ 'Dhurandhar 2'નો ધમાકેદાર દબદબો! | હવે આ દેશોમાં પણ મારી બાજી! નંબર 1 બનીને તોડી દીધા બધા રેકોર્ડ! | Offbeat Stories

પ્રોપેગન્ડાના આરોપો છતાં જોવા માટે ભારે ઉત્સુકતા

આ ફિલ્મ કરાચીના લિયારીમાં આતંકવાદી નેટવર્કની આસપાસ ફરે છે, જેને લઈને અગાઉ પાકિસ્તાનમાં તેને પ્રોપેગન્ડા ફિલ્મ પણ કહેવામાં આવી હતી. જોકે, વિવાદો છતાં લોકોમાં એ જોવાની ભારે ઉત્સુકતા છે કે ફિલ્મ કેવી રીતે બની છે અને રણવીર સિંહનો રોલ કેવો છે. આ પહેલા ફિલ્મનો પહેલો ભાગ 'Dhurandhar' પણ પાકિસ્તાનના થિયેટરોમાં બેન હોવા છતાં નેટફ્લિક્સ પર નંબર 1 પર ટ્રેન્ડ થયો હતો.

ભારતમાં ક્યારે થશે રિલીઝ?

જ્યાં એક તરફ વિદેશોમાં આ ફિલ્મ નેટફ્લિક્સ પર 'Raw and Uncut' (વધારાના સીન્સ અને હિંસા સાથે) વર્ઝનમાં ધૂમ મચાવી રહી છે, ત્યાં ભારતીય દર્શકોએ હજી આ ફિલ્મ જોવા માટે થોડી રાહ જોવી પડશે. ભારતમાં આ ફિલ્મની OTT રિલીઝ આગામી June 4 ના રોજ થવાની સંભાવના છે. નોંધનીય છે કે આ ફિલ્મે અગાઉ બોક્સ ઓફિસ પર કરોડો રૂપિયાની કમાણી કરીને ભારે સફળતા મેળવી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now