Home Entertainment Dhurandhar 2 Box Office Global Record Australia New Zealand Number One

એક મહિના પછી પણ 'Dhurandhar 2'નો ધમાકેદાર દબદબો! : હવે આ દેશોમાં પણ મારી બાજી! નંબર 1 બનીને તોડી દીધા બધા રેકોર્ડ!

Dhurandhar 2
Published by: Suman Dabhi
Last Updated: Apr 23, 2026, 10:09 AM IST

Dhurandhar 2 box office: રિલીઝને એક મહિનાથી વધુ સમય વીતી ગયો હોવા છતાં, રણવીર સિંહ અભિનીત જાસૂસી એક્શન થ્રિલર 'Dhurandhar 2' હજુ પણ વિશ્વભરના બોક્સ ઓફિસ પર તોફાન મચાવી રહી છે. આદિત્ય ધાર દિગ્દર્શિત આ ફિલ્મે હજાર કરોડના ક્લબમાં પ્રવેશ કર્યો છે અને વિદેશી માર્કેટમાં નવા રેકોર્ડ તોડી નાખ્યા છે. ખાસ કરીને ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડમાં 'Dhurandhar 2 'એ સૌથી વધુ કમાણી કરનારી ભારતીય ફિલ્મ બનીને ઇતિહાસ રચ્યો છે. ટ્રેડ વિશ્લેષક તરણ આદર્શે પણ આ માહિતી શેર કરીને ફિલ્મની સફળતાને હાઈલાઈટ કરી છે.

ઓસ્ટ્રેલિયામાં નવો રેકોર્ડ:

23 એપ્રિલ 2026 સુધીમાં ફિલ્મે 8.255 મિલિયન ઓસ્ટ્રેલિયન ડોલર (લગભગ ₹77 કરોડ)ની કમાણી કરી છે.

તે હજુ પણ થિયેટરોમાં ચાલી રહી છે અને કમાણી વધારી રહી છે.

પહેલની ફિલ્મ 'Dhurandhar 'એ અહીં 5.598 મિલિયન ઓસ્ટ્રેલિયન ડોલર કમાયા હતા, જેને 'Dhurandhar 2 'એ સરળતાથી પાછળ છોડી દીધું છે.

ન્યુઝીલેન્ડમાં પઠાણને પણ હરાવ્યું:

ફિલ્મે 1.295 મિલિયન ન્યુઝીલેન્ડ ડોલર (લગભગ ₹7 કરોડ)ની કમાણી કરી છે.

આ રકમ સાથે તેણે શાહરૂખ ખાનની 'પઠાણ'ને પાછળ છોડી દીધી છે, જેણે અહીં 952 હજાર ન્યુઝીલેન્ડ ડોલર કમાયા હતા.

આ પણ વાંચો: 12 વર્ષ પછી સાથે નામ જોડાતાં ભડકી વિરાટ કોહલીની Ex ગર્લફ્રેન્ડ? : ઇમોજી સાથે આપ્યો જડબાતોડ જવાબ! જાણો શું છે મામલો

વિદેશી બજારોમાં તેની કુલ કમાણી

આ પહેલાં 'Dhurandhar 2 ' યુએસ-કેનેડા (ઉત્તર અમેરિકા) અને યુકેમાં પણ સૌથી વધુ કમાણી કરનારી ભારતીય ફિલ્મ બની ચૂકી છે. વિદેશી બજારોમાં તેની કુલ કમાણી $50 મિલિયનને પાર કરી ગઈ છે, જે ઘણી મોટી સિદ્ધિ છે. આદિત્ય ધાર અને રણવીર સિંહની આ જાસૂસી ફ્રેન્ચાઈઝી ભારતમાં જેટલી તેજીથી ચાલી રહી છે, તેટલી જ તાકાતથી વિદેશમાં પણ ધમાલ મચાવી રહી છે. ફિલ્મ હજુ પણ ઘણા દેશોના થિયેટરોમાં ચાલુ છે, તેથી કમાણીનો આંકડો વધુ વધવાની સંભાવના છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now