Home International Devendra Fadnavis Elected As Chief Minister By Mahayuti As Maharastras Nex Cm

દેવેન્દ્ર પર નરેન્દ્રના આશીર્વાદ : ત્રીજી વખત મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બન્યા દેવેન્દ્ર ફડણવીસ, PM મોદીની ઉપસ્થિતિમાં લીધાં શપથ

દેવેન્દ્ર પર નરેન્દ્રના આશીર્વાદ
Published by: OBS Bureau
Last Updated: Dec 04, 2024, 07:47 AM IST

મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રીને લઈને છેલ્લા ઘણાં દિવસથી ચાલી રહેલ સસ્પેન્સનો અંત આવ્યો છે. મુંબઈમાં ભાજપની ધારાસભ્ય દળની બેઠકમાં દેવેન્દ્ર ફડણવીસને સર્વસંમતિથી મુખ્યમંત્રી તરીકે પસંદ કરવામાં આવ્યા છે. આવતીકાલે તેઓ મુખ્યમંત્રી પદના શપથ લેશે. તેઓ ત્રીજી વખત મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બન્યા. મહારાષ્ટ્રમાં મહાયુતિના નેતાઓ એક દિવસ અગાઉ બપોરે 3.30 વાગ્યે રાજ્યપાલને મળીને સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો હતો.

 
મહત્વનું છેકે, પીએમ મોદીની ઉપસ્થિતિમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે દેવેન્દ્ર ફડણવીસે શપથ લીધાં. આ સાથે જ ફડણવીસ ત્રીજીવાર મહારાષ્ટ્ર જેવા ખુબ જ મહત્ત્વના રાજ્યના મુખ્યમંત્રીના પદ પર બિરાજમાન થયા. અગાઉ મિલીજુલી સરકારમાં ફડણવીસ ચુપચાપ રહીને પોતાનું કામ કરતા રહ્યાં હતાં. રાજકારણમાં આજ કામ શીખવા જેવું છેકે, ફડણવીસને પોતે કરેલી મહેનતનું ફળ મળ્યું અને આજે ફરી એકવાર મહારાષ્ટ્રના સીએમ તરીકેનો પદભાર સંભાળવાની સોનેરી તક પણ મળી.

વિજય રૂપાણીએ કરી હતી CMના નામની જાહેરાત :

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભાજપના ધારાસભ્ય દળના નેતા તરીકે દેવેન્દ્ર ફડણવીસના નામની જાહેરાત કરી હતી. જાહેરાત કરતા પહેલા તેમણે દરેકને પૂછ્યું કે, “શું ફડણવીસ સિવાય બીજું કોઈ નામ છે?” જવાબમાં બધાએ સર્વસંમતિથી ના કહ્યું. આ પછી, મુંબઈમાં બીજેપી વિધાયક દળની બેઠકમાં દેવેન્દ્ર ફડણવીસને સર્વસંમતિથી વિધાયક દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા. ભાજપ દ્વારા મુખ્યમંત્રીના નામની જાહેરાત બાદ બેઠક સ્થળની બહાર ઢોલ-નગારા વગાડી કાર્યકરોએ નિર્ણયને વધાવ્યો. 

‘અજીત અને શિંદેનો આભાર’

મુખ્યમંત્રીના નામની જાહેરાત બાદ દેવેન્દ્ર ફડણવીસે પોતાના સંબોધનમાં કહ્યું હતુ કે, “પરિણામોએ સ્પષ્ટ કરી દીધું છે કે જો આપણે એક છીએ તો સેફ છીએ. મહારાષ્ટ્રમાં અમને એકતરફી જીત મળી છે. હું આ આદેશ માટે આભારી છું. મને ટેકો આપવા માટે એકનાથ શિંદે અને અજિત પવારનો આભાર.”



joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
શું વિશ્વભરમાં ઇન્ટરનેટ બંધ થઈ જશે?
Russian Military Plane Crash
દીપડા પણ જેનાથી ડરે છે! જાણો આ અનોખા પ્રાણી વિશે
અમેરિકા એકલું પડ્યું!
ઇઝરાયલમાં પેલેસ્ટાઈની ગુનેગારોને હવે સીધી મોતની સજા
Play Video