દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના નાવદ્રા ગામમાં જમીન વિવાદને લઈને ફાયરિંગની ઘટના સામે આવતાં વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક માહિતી મુજબ, જમીનને લઈને બે પક્ષ વચ્ચે થયેલા વિવાદ દરમિયાન એક રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું, જેમાં એક યુવકના પગમાં ગોળી વાગી હતી.
ગોળી વાગતાં યુવક ઇજાગ્રસ્ત થયો હતો. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો મોટી સંખ્યામાં સ્થળ પર એકત્ર થઈ ગયા હતા, જેના કારણે થોડા સમય માટે તંગદિલીનો માહોલ સર્જાયો હતો. ઇજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેની સારવાર ચાલી રહી છે.
આ પણ વાંચો: વડોદરામાં દીપડાનો આતંક : ફળિયામાં બેઠેલા 2 પુરુષ પર કર્યો જીવલેણ હુમલો, ગામમાં દહેશત
પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો, તપાસ શરૂ
ફાયરિંગની જાણ થતાં સ્થાનિક પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે સ્થળનું નિરીક્ષણ કરીને પ્રાથમિક તપાસ શરૂ કરી છે તેમજ ઘટનાના કારણો અને ફાયરિંગ કરનાર વ્યક્તિની ઓળખ અંગે તપાસ ચાલી રહી છે.
આ પણ વાંચો: થરાદમાં ભગવાન જગન્નાથજીની ભવ્ય વિજય યાત્રા સંપન્ન : ઠાકોર સમાજે રૂ. 85 હજારનું મામેરું ભરી શ્રદ્ધાનો અનોખો સંદેશ આપ્યો
પ્રાથમિક તપાસમાં જમીન વિવાદ આ ઘટનાનું મુખ્ય કારણ હોવાનું સામે આવી રહ્યું છે. જોકે, સમગ્ર ઘટનાક્રમ અને ફાયરિંગ પાછળના ચોક્કસ કારણો અંગે પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર, ફરિયાદ અને પુરાવાના આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.






