Home Gujarat Despite Prohibition Alcohol Is Available Everywhere Why Do Farmers Have To Spend A Fortune For Fertilizer

"દારૂબંધી છતાં બેફામ વેચાણ, ખાતર માટે ખેડૂતે કેમ ફાંફાં મારવા પડે છે?" : AAPના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાનો પુરવઠા અધિકારી સમક્ષ વિવાદનો Video આવ્યો સામે

"દારૂબંધી છતાં બેફામ વેચાણ, ખાતર માટે ખેડૂતે કેમ ફાંફાં મારવા પડે છે?"
Play Video
Published by: OBS Bureau
Last Updated: Aug 05, 2025, 07:15 AM IST

Gopal Italia: વિસાવદરથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય તરીકે ચૂંટાયા બાદ ગોપાલ ઈટાલિયાએ કહ્યું હતુંકે, હું એક પણ દિવસ જંપીને બેસવાનો નથી. હું રોજ કોઈકને કોઈક મુદ્દે પબ્લિકની રજુઆતો સરકાર સુધી પહોંચાડવાનો પ્રયાસ કરતો રહીશ. ત્યારે આવી જ એક બાબતનો એક વીડિયો હાલ સામે આવ્યો છે. જેમાં ગોપાલ ઈટાલિયા તાલુકા મેજિસ્ટ્રેટ એટલેકે, પુરવઠા અધિકારીને વેધક સવાલ કરતા નજરે પડે છે.

ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ સરકાર સામે આક્ષેપ કરતા પુરવઠા અધિકારીને સવાલ કર્યોકે, ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધ છે તોય દારૂ જોઈએ એટલો મળે છે. એટલું જ નહીં દારૂની હોમ ડિલિવરી મળે છે. ઘરેબેઠાં લોકો દારૂ આપી જાય છે. અમે કંઈ ચંડોળા તળાવમાં બહારથી આવી ગયા હતા એવા બાંગ્લાદેશી નથી. પુરવઠા અધિકારી તરીકે કે તાલુકાના મેજિસ્ટ્રેટ તરીકે તમારી જવાબદારી ખરી કે નહીં...અમારે ખેડૂતે કોની સામે ફરિયાદ કરવી...

આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ વીડિયોમાં વધુમાં જણાવ્યુંકે, ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધ હોવા છતાં દારૂ બધે મળે છે. અને ખાતર પર પ્રતિબંધ નથી છતાં ખાતર ક્યાંય મળતું નથી. એટલું જ નહીં ખેડૂતને ખાતર લેવું હોય તો પાછું આધારકાર્ડ બતાવવું પડે છે. આવો નિયમ ક્યાં છે કે, ખાતર લેવા માટે આધારકાર્ડ બતાવવું પડે. ખેડૂતો ખેતી કરવા જાય તો જોડે કંઈ આધારકાર્ડ લઈને ના ફરતો હોય. દારૂ માટે તો આધારકાર્ડની જરૂર નથી પડતી તો ખાતર માટે આવો નિયમ ક્યાંથી આવ્યો...હાલ આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now