સુરત થી મુંબઇ તરફ જતી ટ્રેનોમાં મુસાફરો નવસારી, બીલીમોરા, વલસાડ અને વાપી સુધી મુસાફરી કરવા ટ્રેનમાં જતા હોય છે. આ દરમ્યાન મુસાફરો પાસે જે તે રેલ્વેના ટી.સી. દ્વારા ટિકિટ ચેકીંગ કરવામાં આવે છે. જે મુસાફર પાસે કોચની ટિકીટ ન હોય તેવા સમયે મુસાફરને મુસાફરી રવાના અવેજ પેટે TC મુસાફર પાસે રૂ.200 થી રૂ.500ની લાંચની માંગણી કરતો હતો.

ડેપ્યુટી ચીફ ટિકીટ ઇન્સ્પેક્ટર 200ની લાંચ લેતા ઝડપાયો
આ માહિતીને લઈ સુરત રેલ્વે સ્ટેશન થી ડિકોયરનો સહકાર મેળવી, પશ્ચિમ એક્સ્પ્રેસ રેલ્વે ટ્રેનમાં સુરત થી ડિકોયર કોચ નં. એસ-2 માં બેઠા હતા. આ દરમ્યાન ટીકિટ ચેક કરવા માટે ટી.સી.એ ડિકોયરને મળેલ તે સમયે ડિકોયર પાસે જનરલ કોચની ટિકીટ હોય આરોપીએ ડિકોયરને સ્લીપર કોચની સીટ બાબતે પુછતા ડિકોયરે હા પાડતા, આરોપીએ ટીકીટ પાછળ કોચ તથા સીટ નંબર લખી આપી હતી. આ દરમિયાન આરોપીએ રૂ.200ની લાંચની માગણી કરી હતી. આ માંગણી કરતા TC અનિલ ઓમકાર કૌશલ રંગે હાથે પકડાય ગયો હતો.






