તાજેતરમાં વક્ફ સુધારા બિલ પસાર કરવામાં આવ્યું છે. જેને લઈને વિવાદનો વંટોળ ફેલાયો છે. વિપક્ષ પાર્ટીઓ દ્વારા 10 જેટલી અરજીઓ સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવી છે. અરજી દ્વારા કાયદાને ગેરબંધારણીય જાહેર કરવાની માંગ કરી છે.
વક્ફ બોર્ડ સુધારા એક્ટ 2025 વિરદ્ધ સુપ્રીમ કોર્ટમાં અત્યારસુધીમાં 10 અપીલ દાખલ કરવામાં આવી છે. આ તમામ અરજીમાં એક કારણ દર્શાવવામાં આવ્યું છે કે, તે મુસલમાનોની ધાર્મિક સ્વતંત્રતાને છીનવી લેવાનું ષડયંત્ર છે. અને તમામ અરજીમાં આ કાયદાને ગેરબંધારણીય જાહેર કરવાની માગ કરવામાં આવી છે.
કોર્ટમાં કોણે-કોણે અરજી કરી
સુપ્રીમ કોર્ટમાં અત્યારસુધી કોંગ્રેસ સાંસદ મોહમ્મદ જાવેદ, AIMIMના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસી, આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અમાનતુલ્લાહ ખાન, એસોસિશન ફોર ધ પ્રોટેક્શન ઓફ સિવિલ રાઈટ્સ, જમિયત ઉલેમા-એ-હિંદના અધ્યક્ષ મૌલાના અરશદ મદની, કેરળની ટોચની મુસ્લિમ સંસ્થા સમસ્થ કેરલ જમિયથુલ ઉલેમા, એસડીપીઆઈ, તૈય્યબ ખાન સલામીન, અંજુમ કાદરી અને ઈન્ડિયન મુસ્લિમ લીગે વક્ફ બોર્ડ સુધારા એક્ટ 2025 વિરૂદ્ધ અરજી કરી છે.
સુપ્રીમ કોર્ટમાં ક્યારે સુનાવણી થશે
વિવિધ વિપક્ષ દ્વારા વકફ્ને લઈને સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે. અરજીઓમાં મુખ્યત્વે આરજેડી, ડીએમકે, કોંગ્રેસ સહિત વિવિધ વિપક્ષોએ આ કાયદાને બંધારણની વિરૂદ્ધ દર્શાવ્યો છે. હવે સુપ્રીમ કોર્ટમાં આ મુદ્દે ક્યારે સુનાવણી થશે તે જોવાનું રહેશે.
પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં વિરોધ વધુ ઉગ્ર: JAAC નેતા નો પાકિસ્તાની સેનાને લઈને ગંભીર આક્ષેપ






