More cars were exported from India to other countries than ever before: ભારતમાં બનેલી કાર હવે માત્ર ભારતમાં જ નહીં પરંતુ ગ્લોબલ લેવલએ પણ પોતાની પકડ મજબૂત કરી રહી છે. ભારતમાં બનેલી કારની માંગ સતત વધી રહી છે, અને આ સીધી રીતે કાર એક્સપોર્ટના આંકડામાં પ્રતિબિંબિત થાય છે. ચાલુ નાણાકીય વર્ષ (FY2026) ના પ્રથમ 8 મહિનામાં, ભારતે કાર એક્સપોર્ટ માટે એક નવો રેકોર્ડ બનાવ્યો છે. આ સમયગાળા દરમિયાન, ભારતમાંથી અન્ય દેશોમાં પહેલા કરતાં વધુ કાર એક્સપોર્ટ કરવામાં આવી હતી, જેનાથી ઓટો સેક્ટરમાં નોંધપાત્ર વધારો થયો છે.
FY2026 માં કાર એક્સપોર્ટ નવી ઊંચાઈએ પહોંચી
રિપોર્ટ્સ અનુસાર, FY2026 ના પ્રથમ 8 મહિનામાં ભારતમાંથી આશરે 599,276 પેસેન્જર વાહનોને એક્સપોર્ટ કર્યા હતા. ગયા વર્ષના સમાન સમયગાળાની તુલનામાં આ આશરે 20 ટકાનો વધારો છે. FY2025 માં, એપ્રિલ અને નવેમ્બર વચ્ચે 498,763 વાહનો એક્સપોર્ટ થયા હતા. આ લગભગ 100,000 યુનિટનો સીધો વધારો દર્શાવે છે. આ સ્પષ્ટપણે દર્શાવે છે કે, ભારતીય કાર ગ્લોબલ માર્કેટમાં વધુને વધુ લોકપ્રિય બની રહી છે.
ઓટો સેક્ટર એક રેકોર્ડની ખૂબ નજીક છે
FY2026 માં હજુ 4 મહિના બાકી છે અને વર્તમાન ગતિને જોતાં, એવું માનવામાં આવે છે કે, આ વર્ષ કાર એક્સપોર્ટનો અત્યાર સુધીનો સૌથી મોટો રેકોર્ડ બનાવી શકે છે. FY2025 માં, કુલ 7,70,364 પેસેન્જર વાહનોને એક્સપોર્ટ કરવામાં આવ્યા હતા. ખાસ વાત એ છે કે, આ નાણાકીય વર્ષમાં 3 વખત એક મહિનામાં 80,000 થી વધુ કાર વિદેશમાં મોકલવામાં આવી છે. સપ્ટેમ્બર, ઓક્ટોબર અને નવેમ્બરના આંકડા સ્પષ્ટપણે આ તાકાત દર્શાવે છે.
મેક્સિકોના ટેરિફ ચિંતાઓ ઉભી કરે છે
તમને જણાવી દઈએ કે આ સફળતા વચ્ચે એક પડકાર પણ ઉભરી આવ્યો છે. મેક્સિકોએ જાહેરાત કરી છે કે, 1 જાન્યુઆરી, 2026 થી ભારતમાં બનેલી કાર પર Import duties 20 ટકાથી વધારીને 50 ટકા કરવામાં આવશે. મેક્સિકો ભારત માટે એક મુખ્ય એક્સપોર્ટ માર્કેટ છે. FY2024 માં, ભારતે મેક્સિકોમાં આશરે 194,000 કાર અને SUV એક્સપોર્ટ કર્યા હતા, જે તેની કુલ એક્સપોર્ટનો નોંધપાત્ર હિસ્સો ધરાવે છે.
કઈ કંપનીઓની કાર મેક્સિકો જાય છે?
Maruti Suzuki દર વર્ષે મેક્સિકોમાં હજારો કારને એક્સપોર્ટ કરે છે, જેમાં Baleno, Swift, Dzire અને Brezza નો સમાવેશ થાય છે. Hyundai પણ Grand i10, Aura, Venue, અને Creta જેવી કારને પણ એક્સપોર્ટ કરે છે. Volkswagen Group અને Nissan India પણ મેક્સિકોમાં નોંધપાત્ર સંખ્યામાં કાર એક્સપોર્ટ કરે છે.
આ રેકોર્ડનો ભારત માટે શું અર્થ થાય છે?
મેડ-ઇન-ઇન્ડિયા કારની વધતી માંગ સાબિત કરે છે કે, ભારત માત્ર એક મોટું માર્કેટ જ નથી પણ એક મજબૂત મેન્યુફેક્ચર હબ પણ છે. જો ટેરિફ જેવા પડકારોનો યોગ્ય રીતે સામનો કરવામાં આવે તો, ભારત ભવિષ્યમાં કાર એક્સપોર્ટમાં નવો ઇતિહાસ રચી શકે છે.





















