Home National Delhi Ncr Heatwave Despite Monsoon Entry India

ભારતમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી : છતાં કેમ અગનભટ્ટીની જેમ શેકાઈ રહ્યું છે ઉત્તર ભારત?

Weather Update
Published by: Viral Patel
Last Updated: Jun 09, 2026, 02:12 PM IST

Weather Update: જૂન મહિનામાં જ્યાં દર વર્ષે ધોધમાર વરસાદ જોવા મળે છે, ત્યાં આ વર્ષે ઉત્તર ભારતમાં ભીષણ ગરમીના કારણે તાપમાન 43 ડિગ્રી સુધી પહોંચી ગયું છે. લોકોનું ઘરોમાંથી બહાર નીકળવું મુશ્કેલ બની રહ્યું છે. ખાસ કરીને દિલ્હી-NCR જેવા વિસ્તારોમાં આકરી ગરમી જોવા મળી રહી છે. આખરે ચોમાસાની ઋતુ શરૂ થઈ ગઈ હોવા છતાં નેશનલ કેપિટલ (રાષ્ટ્રીય પાટનગર) ભીષણ ગરમીની લપેટમાં કેમ છે?

BIG BREAKING: રાજ્યસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને ઝટકો : મધ્યપ્રદેશથી મીનાક્ષી નટરાજનનું ફોર્મ રદ

દિલ્હીમાં સોમવારે રિજ હવામાન કેન્દ્રમાં તાપમાન 43.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જ્યારે શહેરના બેઝ સ્ટેશન સફદરજંગમાં પારો 42.2 ડિગ્રી સેલ્સિયસ હતો. આ સિવાય લોધી રોડ, પાલમ અને અયાનગર જેવા દિલ્હીના અન્ય વિસ્તારોમાં પણ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસથી વધુ હતું. મંગળવારે (9 જૂન 2026) પણ તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું. જણાવી દઈએ કે દક્ષિણ-પશ્ચિમ મોનસૂન દક્ષિણ, મધ્ય અને પૂર્વી ભારતના કેટલાક ભાગોમાં સતત આગળ વધી રહ્યું છે. જો કે, તે હજી પણ દિલ્હીથી સેંકડો કિલોમીટર દૂર છે. આમ તો સામાન્ય રીતે મોનસૂન 27 જૂનની આસપાસ નેશનલ કેપિટલ સુધી પહોંચે છે, પરંતુ હવામાનની સ્થિતિને જોતા આ તારીખમાં ફેરફાર થઈ શકે છે.

બે વિપરીત હવામાન સિસ્ટમ વચ્ચે ફસાયું દિલ્હી

હવામાન વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, દિલ્હી અત્યારે 2 વિપરીત વેધર સિસ્ટમ (હવામાન પ્રણાલી) વચ્ચે ફસાયેલું છે. એક તરફ પેનિન્સુલર ઇન્ડિયા (દ્વીપકલ્પીય ભારત)માં ભેજથી ભરેલા મોનસૂન પવનો સક્રિય છે, તો બીજી તરફ ઉત્તર-પશ્ચિમ ભારતમાં રાજસ્થાન અને આસપાસના વિસ્તારોમાંથી ગરમ અને સૂકા પવનો ફૂંકાઈ રહ્યા છે. આ પવનો ક્લાઉડ ફોર્મેશન (વાદળો બંધાવાની પ્રક્રિયા)માં અવરોધ ઊભો કરે છે અને બપોરે ગરમી વધારે છે, જેના કારણે તાપમાનમાં વધારો થાય છે.

માત્ર 9 દેશોએ પરમાણુ હથિયારો પર 119 અબજ ડોલરનો કર્યો ધુમાડો! : 190 પરમાણુ હથિયારો સાથે ભારતે દેખાડ્યો પોતાનો 'પાવર'

આ ગરમીનું સૌથી મોટું કારણ વરસાદનો અભાવ પણ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાકમાં દિલ્હીના માત્ર કેટલાક છૂટાછવાયા ભાગોમાં જ હળવો વરસાદ થયો છે. અહીં પાલમમાં 3.8 મિલીમીટર અને અયાનગરમાં 4.7 મિલીમીટર વરસાદ નોંધાયો હતો. વરસાદની અછતને કારણે દિલ્હીમાં તાપમાન સતત વધી રહ્યું છે.

ક્યારે મળશે રાહ?

હવામાન વિભાગે 10 જૂન 2026 સુધી દિલ્હીના મહત્તમ તાપમાનમાં ધીમે-ધીમે વધારો થવાની અને તે લગભગ 43 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની આગાહી કરી છે. 11 જૂન 2026થી ગરમીથી રાહ મળવાની સંભાવના છે. ત્યારબાદ આ વિસ્તારમાં ગાજવીજ, વાદળછાયું વાતાવરણ અને તીવ્ર પવનો ફૂંકાવાની શક્યતા છે.

હરિદ્વારમાં ઘરની ટાંકીમાંથી મળ્યા 27 સાપના બચ્ચાં : પરિવાર ચોંકી ઉઠ્યો, વન વિભાગની ટીમે કર્યું રેસ્ક્યુ

મહારાષ્ટ્રમાં યલો એલર્ટ

બીજી તરફ, મહારાષ્ટ્રમાં પણ હવામાન વિભાગે 20થી વધુ જિલ્લાઓમાં વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કર્યું છે, જેમાં મુંબઈ, પુણે અને કોંકણમાં ગાજવીજ, વીજળીના કડાકા અને ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. રાજ્યમાં તેજ પવનો, તીવ્ર ગરમી અને મોનસૂનની ગતિવિધિઓ ચાલુ રહેવાની સંભાવના છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now