ભારતીય કસ્ટમ વિભાગે મંગળવારે દિલ્હી ખાતે આવેલા ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સોનાની દાણચોરી કરતી એક મહિલાનો પર્દાફાશ કર્યો હતો. આરોપી મહિલાએ 50 લાખ રૂપિયાનું સોનું તેના પ્રાઈવેટ પાર્ટમાં છુપાવીને દેશમાં સ્મગલિંગ કરવાનો પ્રયાસ કરી રહી હતી. પરંતુ કસ્ટમ વિભાગે તેની ધરપકડ કરીને જેલમાં ભેગી કરી દીધી.
દિલ્હી કસ્ટમ વિભાગના જણાવ્યા અનુસાર 44 વર્ષિય આરોપી મહિલા રવિવારે કાઠમંડુથી દિલ્હી આવી હતી. ત્યારે તેને રોકવામાં આવી હતી. કસ્ટમ્સ વિભાગે એક નિવેદન જાહેર કરીને જણાવ્યું હતું કે મહિલાના સામાનની વિગતવાર તપાસ દરમિયાન મહિલાની વ્યક્તિગત તપાસ દરમિયાન ત્રણ અંડાકાર આકારની કેપ્સ્યુલ મળી આવી હતી. જેમાં પેસ્ટ સ્વરૂપે સોનું હોવાની શંકા હતી. આ ત્રણેય કેપ્સ્યુલનું કુલ વજન 770 ગ્રામ હતું.
તપાસ કરતાં જાણવા મળ્યું કે ત્રણેય કેપ્સ્યુલમાં લીલો રંગ અને પેકિંગને છુપાવવા માટે વપરાતી પારદર્શક ચોંટાડવાની ટેપ હતી, જેને મુસાફરે સ્વેચ્છાએ તેના ગુદામાર્ગમાંથી બહાર કાઢી હતી.
કસ્ટમ્સ વિભાગ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, યાત્રી પાસેથી મળી આવેલી સોનાની પેસ્ટમાંથી 681 ગ્રામ વજન અને 50.03 લાખ રૂપિયાની કિંમતની એક લંબચોરસ સોનાની પટ્ટી બહાર કાઢવામાં આવી હતી. આ મહિલા મહારાષ્ટ્રની રહેવાસી મુસાફરે કબૂલ્યું હતું કે તે સોનું કેમિકલ પેસ્ટના રૂપમાં દુબઈથી બેંગકોક, નેપાળ અને નેપાળથી દિલ્હી લાવી રહી હતી. હાલ આ આરોપી મહિલાની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે.





