Home National Delhi High Court On Dhruv Rathis Controversial Video

ધ્રૂવ રાઠીના વિવાદાસ્પદ VIDEO પર દિલ્હી હાઈકોર્ટ લાલઘૂમ : કહ્યું- 'લાગણી દુભાવતું કન્ટેન્ટ નહીં ચલાવી લેવાય'

ધ્રૂવ રાઠીના વિવાદાસ્પદ VIDEO પર દિલ્હી હાઈકોર્ટ લાલઘૂમ
Published by: OBS Bureau
Last Updated: Jul 03, 2026, 10:11 AM IST

દેશના પ્રખ્યાત યુટ્યુબર ધ્રૂવ રાઠી (Dhruv Rathee) દ્વારા યુટ્યુબ પર 3 મહિના પહેલા અપલોડ કરવામાં આવેલા એક અત્યંત વિવાદાસ્પદ વીડિયોના કારણે કાયદાકીય વિવાદ સર્જાયો છે. આ સમગ્ર મામલે દિલ્હી હાઈકોર્ટે કડક વલણ અપનાવતા કેન્દ્ર સરકારની ગ્રીવન્સ એપેલેટ કમિટી (GAC) ને આગામી 15 દિવસમાં આખરી નિર્ણય લેવાનો આદેશ આપ્યો છે. આ વિવાદ ધ્રૂવ રાઠીના "क्या हिंदू BEEF खा सकते हैं? | Kerala Story 2 EXPOSED" (શું હિન્દુ બીફ ખાઈ શકે છે? કેરળ સ્ટોરી ૨ નો પર્દાફાશ) શીર્ષક ધરાવતા વીડિયો પર આધારિત છે. અરજદારનો આરોપ છે કે આ વીડિયોમાં સનાતન ધર્મના આરાધ્ય દેવ ભગવાન શ્રી રામ, માતા સીતા અને ભગવાન શ્રી કૃષ્ણ વિશે અત્યંત આપત્તિજનક અને ભ્રામક ટિપ્પણીઓ કરીને કરોડો હિન્દુઓની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવામાં આવી છે, જેના કારણે હવે આ કન્ટેન્ટને પ્લેટફોર્મ પરથી હટાવવા માટે હાઈકોર્ટે કાયદાકીય પ્રક્રિયા તેજ કરી છે.

દિલ્હી હાઈકોર્ટનો કડક આદેશ

પ્રખ્યાત યુટ્યુબર ધ્રૂવ રાઠીના એક વિવાદાસ્પદ વીડિયોને લઈને દિલ્હી હાઈકોર્ટે ખૂબ જ કડક વલણ અપનાવ્યું છે. જસ્ટિસ સ્વર્ણકાંતા શર્માની બેન્ચે કેન્દ્ર સરકારની ગ્રીવન્સ એપેલેટ કમિટી (GAC) ને આદેશ આપ્યો છે કે તેઓ આ વીડિયોને પ્લેટફોર્મ પરથી હટાવવાની માંગ કરતી અપીલ પર આગામી 15 દિવસની અંદર પોતાનો આખરી નિર્ણય જાહેર કરે. હાઈકોર્ટે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે અદાલતના આ આદેશની કોઈ પણ પ્રકારની અવગણનાને ગંભીરતાથી લેવામાં આવશે.

દેશના જાણીતા યુટ્યુબર ધ્રૂવ રાઠી (Dhruv Rathee) દ્વારા યુટ્યુબ પર 3 મહિના પહેલા અપલોડ કરવામાં આવેલા એક અત્યંત વિવાદાસ્પદ વીડિયોના કારણે કાયદાકીય વિવાદ સર્જાયો છે. આ સમગ્ર મામલે દિલ્હી હાઈકોર્ટે કડક વલણ અપનાવતા કેન્દ્ર સરકારની ગ્રીવન્સ એપેલેટ કમિટી (GAC) ને આગામી 15 દિવસમાં આખરી નિર્ણય લેવાનો આદેશ આપ્યો છે. આ વિવાદ ધ્રૂવ રાઠીના "क्या हिंदू BEEF खा सकते हैं? | Kerala Story 2 EXPOSED" (શું હિન્દુ બીફ ખાઈ શકે છે? કેરળ સ્ટોરી ૨ નો પર્દાફાશ) શીર્ષક ધરાવતા વીડિયો પર આધારિત છે. અરજદારનો આરોપ છે કે આ વીડિયોમાં સનાતન ધર્મના આરાધ્ય દેવ ભગવાન શ્રી રામ, માતા સીતા અને ભગવાન શ્રી કૃષ્ણ વિશે અત્યંત આપત્તિજનક અને ભ્રામક ટિપ્પણીઓ કરીને કરોડો હિન્દુઓની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવામાં આવી છે, જેના કારણે હવે આ કન્ટેન્ટને પ્લેટફોર્મ પરથી હટાવવા માટે હાઈકોર્ટે કાયદાકીય પ્રક્રિયા તેજ કરી છે.

દિલ્હી હાઈકોર્ટનો કડક આદેશ

પ્રખ્યાત યુટ્યુબર ધ્રૂવ રાઠીના એક વિવાદાસ્પદ વીડિયોને લઈને દિલ્હી હાઈકોર્ટે ખૂબ જ કડક વલણ અપનાવ્યું છે. જસ્ટિસ સ્વર્ણકાંતા શર્માની બેન્ચે કેન્દ્ર સરકારની ગ્રીવન્સ એપેલેટ કમિટી (GAC) ને આદેશ આપ્યો છે કે તેઓ આ વીડિયોને પ્લેટફોર્મ પરથી હટાવવાની માંગ કરતી અપીલ પર આગામી 15 દિવસની અંદર પોતાનો આખરી નિર્ણય જાહેર કરે. હાઈકોર્ટે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે અદાલતના આ આદેશની કોઈ પણ પ્રકારની અવગણનાને ગંભીરતાથી લેવામાં આવશે.

કેન્દ્ર સરકારનો ઉગ્ર વિરોધ અને દલીલો

કોર્ટમાં સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકાર વતી હાજર રહેલા એડિશનલ સોલિસિટર જનરલ (ASG) ચેતન શર્માએ ધ્રૂવ રાઠીના આ કન્ટેન્ટ સામે ઉગ્ર આક્રોશ વ્યક્ત કર્યો હતો. તેમણે દલીલ કરી હતી કે યુટ્યુબ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સે આવી નફરત ફેલાવતી સામગ્રી પર અગાઉથી જ નજર રાખવી જોઈતી હતી અને તેને તાત્કાલિક હટાવી દેવી જોઈતી હતી. કેન્દ્ર સરકારે આ વીડિયોને સમાજમાં વયમનસ્ય અને ફૂટ પાડનારો ગણાવીને કહ્યું કે બહુમતી સમુદાયની આસ્થાની મજાક ઉડાવતા કન્ટેન્ટને સોશિયલ મીડિયા પર કોઈ સ્થાન મળવું જોઈએ નહીં.

ગૂગલનો પક્ષ અને કોર્ટનું અંતિમ વલણ

બીજી તરફ, યુટ્યુબની પેરન્ટ કંપની ગૂગલ તરફથી હાજર રહેલા વકીલે અદાલતને જણાવ્યું હતું કે કંપની આ મામલે અરજદારને પોતાનો જવાબ આપી ચૂકી છે અને આ વિવાદ અંગેની અપીલ હાલમાં સરકારી કમિટી (GAC) સમક્ષ પેન્ડિંગ છે. આ દલીલો સાંભળ્યા બાદ, દિલ્હી હાઈકોર્ટે વીડિયો હટાવવા અંગે પોતે સીધો કોઈ ફેંસલો સંભળાવવાને બદલે કાયદાકીય પ્રક્રિયાના ભાગરૂપે ગ્રીવન્સ અપીલેટ કમિટીને જ ટૂંકા સમયમાં ચુકાદો આપવા કહી દીધું છે, જેથી હવે સૌની નજર કમિટીના નિર્ણય પર ટકેલી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now