Home National Delhi High Court Dhruv Rathee Video Gac 15 Days

ધ્રુવ રાઠીના વીડિયો મામલે હવે GAC લેશે નિર્ણય : જાણો હાઈકોર્ટે શું કહ્યું અને સમગ્ર વિવાદ શું છે?

Delhi HC order on Dhruv Rathi video
Image Credit: Pinterest
Published by: Vaishnavi Pathak
Last Updated: Jul 03, 2026, 10:20 AM IST

ધ્રુવ રાઠીના વીડિયો પર દિલ્હી હાઈકોર્ટનો મોટો આદેશ

યૂટ્યુબર ધ્રુવ રાઠીના એક વિવાદિત YouTube વીડિયાને લઈને દિલ્હી હાઈકોર્ટે મહત્વપૂર્ણ આદેશ આપ્યો છે. કોર્ટે કેન્દ્ર સરકારની Grievance Appellate Committee (GAC)ને આ વીડિયો અંગે કરવામાં આવેલી અપીલ પર 15 દિવસની અંદર નિર્ણય લેવા જણાવ્યું છે. આ મામલો વકીલ અમિતા સચદેવા દ્વારા દાખલ કરાયેલી અરજી બાદ કોર્ટ સમક્ષ આવ્યો હતો. અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે ધ્રુવ રાઠીના વીડિયોમાં હિન્દુ દેવતાઓ અંગે કરવામાં આવેલી કેટલીક ટિપ્પણીઓથી ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચી છે અને વીડિયો હટાવવાની માંગ કરવામાં આવી છે.

હાઈકોર્ટે શું કહ્યું?

જસ્ટિસ સ્વર્ણા કાંતા શર્માની બેન્ચે GACને આ અપીલ પર ઝડપથી નિર્ણય લેવા કહ્યું છે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે 15 દિવસની અંદર નિર્ણય લેવામાં આવે અને જો આદેશનું પાલન નહીં થાય તો તેને ગંભીરતાથી લેવામાં આવશે.

વિવાદ શું છે?

વિવાદ ધ્રુવ રાઠીના March 2026માં અપલોડ કરાયેલા એક YouTube વીડિયોને લઈને છે. અરજીકર્તાનો આરોપ છે કે વીડિયોમાં હિન્દુ દેવતાઓ વિશે કરવામાં આવેલા કેટલાક દાવાઓ ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડે છે. જોકે, વીડિયો અંગે અંતિમ નિર્ણય હજુ લેવામાં આવ્યો નથી.

આ પણ વાંચો: કૌશાંબીમાં LPG ટેન્કર ટોલ પ્લાઝામાં ઘૂસતાં ભીષણ વિસ્ફોટ, 5ના મોત | CCTV વીડિયોમાં અકસ્માતની સમગ્ર ઘટના કેદ | Offbeat Stories

Google અને GAC ની ભૂમિકા

અરજીકર્તાએ પહેલા YouTube પાસે વીડિયો હટાવવાની માંગ કરી હતી. ત્યારબાદ મામલો GAC સમક્ષ પહોંચ્યો હતો. કોર્ટમાં Google તરફથી જણાવાયું કે મામલો GAC સમક્ષ વિચારાધીન છે અને કોર્ટના આદેશ મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે.

આગળ શું થશે?

હવે GACને કોર્ટના આદેશ અનુસાર 15 દિવસમાં વીડિયો અંગે નિર્ણય લેવો પડશે. ત્યારબાદ જ વીડિયોને હટાવવામાં આવશે કે નહીં તે અંગે સ્પષ્ટતા થશે. હાલ કોર્ટ દ્વારા વીડિયો હટાવવાનો સીધો આદેશ આપવામાં આવ્યો નથી; માત્ર અપીલનો સમયસર નિકાલ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now