દિલ્હીથી દહેરાદૂન જવાનો પ્રવાસ હવે પહેલા કરતાં ઘણો ઝડપી અને આરામદાયક બની ગયો છે. Delhi-Dehradun Expressway તૈયાર થતા મુસાફરોને ટ્રાફિક અને વિલંબથી મોટી રાહત મળી છે. પરંતુ વધુ ઝડપ સાથે સલામતીના નિયમોનું પાલન કરવું પણ એટલું જ જરૂરી છે. જો તમે આ એક્સપ્રેસવે પર મુસાફરી કરવાની યોજના બનાવી રહ્યા છો, તો સ્પીડ લિમિટ અને નિયમો વિશે જાણવું ખૂબ જ જરૂરી છે.
કેટલા સ્પીડે ચલાવી શકાય ગાડી?
Delhi-Dehradun Expressway પર અલગ-અલગ વાહનો માટે અલગ સ્પીડ લિમિટ નક્કી કરવામાં આવી છે:
હળવા વાહનો (કાર, જીપ, પર્સનલ વાહન): મહત્તમ 100 કિમી/કલાક
ભારે વાહનો (ટ્રક, બસ): આશરે 80 કિમી/કલાક
આ સ્પીડ લિમિટ વાહનોની સલામતીને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવી છે. ભારે વાહનોને કંટ્રોલ કરવું મુશ્કેલ હોય છે અને તેમની બ્રેકિંગ ડિસ્ટન્સ વધુ હોય છે, તેથી તેમની સ્પીડ ઓછી રાખવામાં આવે છે.
મિનિમમ સ્પીડનું પણ રાખવું પડશે ધ્યાન
માત્ર મહત્તમ સ્પીડ જ નહીં, પરંતુ મિનિમમ સ્પીડનું પાલન પણ જરૂરી છે. ખૂબ ધીમે ચાલતી ગાડીઓ ટ્રાફિક ફ્લો માટે ખતરો બની શકે છે. જો કોઈ વાહન ખૂબ ઓછી ઝડપે ચાલે છે, તો પાછળ આવતી ગાડીઓ માટે અચાનક બ્રેક લગાવવાની સ્થિતિ ઉભી થઈ શકે છે, જે અકસ્માતનું કારણ બની શકે છે.
ટોલ પ્લાઝા અને મુસાફરી સુવિધા
આ એક્સપ્રેસવે પર મુસાફરી દરમિયાન લગભગ 4 ટોલ પ્લાઝા મળશે. જો તમારી પાસે FASTag એન્યુઅલ પાસ છે, તો નક્કી શરતો હેઠળ મુસાફરી ફ્રી પણ થઈ શકે છે. આથી લાંબી મુસાફરી વધુ સરળ અને ખર્ચ બચાવનારી બની શકે છે.
હાઈ-ટેક સિસ્ટમથી થશે નજર રાખવામાં સરળતાં
સલામતી માટે આ એક્સપ્રેસવે પર આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે:
સ્પીડ કેમેરા
CCTV સર્વેલન્સ
ANPR (Automatic Number Plate Recognition) સિસ્ટમ
આ સિસ્ટમ્સ વાહનોની સ્પીડ પર સતત નજર રાખે છે. જો કોઈ ડ્રાઇવર સ્પીડ લિમિટનો ભંગ કરે છે, તો તેનો ઇ-ચાલાન આપમેળે જનરેટ થઈ શકે છે.
ડ્રાઇવિંગ કરતી વખતે આ નિયમો પણ મહત્વના
સલામત મુસાફરી માટે માત્ર સ્પીડ જ નહીં, પરંતુ અન્ય ટ્રાફિક નિયમોનું પાલન કરવું પણ જરૂરી છે:
લેન ડ્રાઇવિંગનું પાલન કરો
સીટ બેલ્ટ પહેરવી ફરજિયાત છે
ઓવરટેકિંગ નિયમોનું ધ્યાન રાખો
ટ્રાફિક સાઇનનું પાલન કરો
એક્સપ્રેસવે પર એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ્સ પર ખાસ સાવચેત રહેવું જરૂરી છે, કારણ કે અહીં ઝડપ નિયંત્રિત રાખવી પડે છે.




