Home International Delhi Dargah Roof Collapsed Nizamuddin Delhi Humayun

દિલ્હીમાં દરગાહની છત ધરાશાયી : 3 મહિલા, 2 પુરુષો સહિત 5 ના મોત

દિલ્હીમાં દરગાહની છત ધરાશાયી
Play Video
Published by: OBS Bureau
Last Updated: Aug 15, 2025, 03:18 PM IST

રાજધાની દિલ્હીમાં આજે એક દરગાહની છત ધરાશાયી થઈ. આ ઘટના નિઝામુદ્દીન વિસ્તારમાં હુમાયુના મકબરા પાછળ થયો હતો. પટ્ટેશાહની દરગાહનો મકબરાનો ઓરડો ધરાશાયી 5 લોકોના મોત થયા હોવાનું સમાચાર એજન્સીઓ અહેવાલ આપી રહી છે. જેના કાટમાળ નીચે લગભગ 10 લોકો ફસાયા હોવાની આશંકા છે. ફાયર બ્રિગેડની ટીમો અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી છે. બચાવ માટે NDRFની ટીમને પણ બોલાવવામાં આવી છે.

સમાચાર એજન્સીઓના અહેવાલ મુજબ દિલ્હીના નિઝામુદ્દીનમાં હુમાયુના મકબરા પાસે એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. પટ્ટે શાહની દરગાહના અંદરના એક રૂમની છત અને દિવાલનો ભાગ અચાનક ધરાશાયી થઈ જતા 3 મહિલાઓ અને 2 પુરુષો સહીત કુલ 5 લોકોના મોત થયા છે, અનેક લોકો કાટમાળ નીચે ફસાયા હોવાની આશંકા છે.11 લોકોને કાટમાળમાંથી બચાવી લેવામાં આવ્યા છે અને બધાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. વક્ફ બોર્ડ સાથે સંકળાયેલ એડવોકેટ મુજીબ અહેમદે જણાવ્યું હતું કે મોટી સંખ્યામાં લોકો શુક્રવારની નમાજ માટે એકત્ર થયા હતા. કોલોનીના લોકો અને બહારના લોકો પણ નમાજ માટે આવે છે, તેઓ વરસાદના કારણે અંદર ગયા હતા. 15 થી 20 લોકો રૂમમાં હતા, આ છત ખૂબ જૂની હતી. એડવોકેટ મુજીબે પુરાતત્વ ખાતું રિપેર કરવાની મંજૂરી આપતા નથી. ઘણી વખત દરગાહ સમિતિએ આ માટે વિનંતી કરી અને કહ્યું કે છતમાંથી પાણી ટપકતું હોય છે, તેને રિપેર કરવા દો, તેમની બેદરકારીને કારણે છતમાં તિરાડ પડી ગઈ હતી.અને આજે છત ધરાશાયી થઇ ગયી છે

દિલ્હી ફાયર સર્વિસના એક અધિકારીએ જણાવ્યું હતું કે તેમને સાંજે લગભગ 4:30 વાગ્યે ઘટનાની માહિતી મળી હતી, ત્યારબાદ તાત્કાલિક 5 ફાયર ટીમ ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી. રાહત અને બચાવ કામગીરી ચાલુ છે. ફસાયેલા લોકોને બહાર કાઢવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.


મુજીબ અહેમદે શું કહ્યું?

એડવોકેટ મુજીબ અહેમદે જણાવ્યું હતું કે અમે વક્ફ બોર્ડ વતી અહીં આવ્યા છીએ. તેમણે કહ્યું કે આજે શુક્રવારની નમાજ માટે મોટી સંખ્યામાં લોકો અહીં ભેગા થયા હતા. કોલોનીના લોકો અને બહારના લોકો પણ નમાજ માટે આવે છે, પરંતુ આજે વરસાદને કારણે લોકો અંદર ગયા હતા. આ છત ખૂબ જૂની હતી. તેમણે આરોપ લગાવ્યો હતો કે ASI લોકો તેને રિપેર કરવાની મંજૂરી આપતા નથી. ઘણી વખત દરગાહ સમિતિએ આ માટે વિનંતી કરી અને કહ્યું કે છતમાંથી પાણી ટપકતું હોય છે, તેને રિપેર કરવા દો, પરંતુ ASI એ સખત ના પાડી. તેમની બેદરકારીને કારણે છતમાં તિરાડ પડી ગઈ હતી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now