Home International Delhi Bound Us Flight Escorted By Fighter Jets To Rome After Bomb Threat Video

199 યાત્રિકોના વિમાનને શા માટે : ફાઈટર જેટ્સે કર્યું એસ્કોર્ટ

199 યાત્રિકોના વિમાનને શા માટે
Published by: OBS Bureau
Last Updated: Feb 24, 2025, 06:18 AM IST

ન્યૂયોર્કથી દિલ્લી જનારી અમેરિકન એરલાઇન્સની ફ્લાઇટને બોમ્બની ધમકી મળ્યા બાદ રોમ તરફ ડાઈવર્ટ કરવામાં આવી. વિમાન કેસ્પિયન સમુદ્રની ઉપર હતું ત્યારે ક્રૂને બોમ્બની ધમકી વિશે જાણ કરવામાં આવી હતી. ઈટાલિયન વાયુસેનાના ફાઈટર જેટ્સે પ્લેનને લેન્ડિંગ સુધી લઈ ગયા હતા. હવામાં ફાઈટર જેટ્સે વિમાનને એસ્કોર્ટ કરવામાં આવ્યું હતું. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો.

અમેરિકન એરલાઇન્સે રવિવારે રાત્રે જણાવ્યું હતું કે ફ્લાઇટ-292માં 199 લોકો સવાર હતા. રોમના લિયોનાર્ડો દા વિન્સી ખાતે સુરક્ષિત રીતે લેન્ડિંગ પછી સુરક્ષા એજન્સીઓએ વિમાનમાં તપાસ શરૂ કરી જોકે કશુ મળ્યું નહોતું. ત્યારે ફરીવાર તેને ટેકઓફની પરમિશન આપવામાં આવી હતી. જો કે, એરલાઇને સુરક્ષાની ચિંતાનું કારણ સ્પષ્ટ કર્યું નથી, પરંતુ કહ્યું કે નવી દિલ્લીમાં ઉતરાણ કરતા પહેલા પ્રોટોકોલ મુજબ નિરીક્ષણ જરૂરી હતું. "આવતીકાલે વહેલામાં વહેલી તકે દિલ્લી માટે પ્રસ્થાન કરતા પહેલા ક્રૂને જરૂરી આરામ આપવા માટે ફ્લાઇટ રોમમાં રાત્રે રોકાશે", તેમ એરલાઇને જણાવ્યું.

ઈટાલિયન ફાટઈર જેટ્સે કર્યું હતું એસ્કોર્ટ
ઇટાલિયન અધિકારીઓએ મીડિયાને જણાવતા કહ્યું કે ફાઈટર જેટ્સે પ્લેનને હવામાં એસ્કોર્ટ કર્યું હતું અને તેને રોમ સુધી પહોંચાડ્યું હતું. જ્યાં તે સુરક્ષિત રીતે લેન્ડ થયું. બોઇંગ 787-9 ડ્રીમલાઇનર કેસ્પિયન સમુદ્રની ઉપર હતું જ્યારે વિમાનના ક્રૂને બોમ્બની ધમકીની ચેતવણી આપવામાં આવી હતી. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે ધમકી ઈ-મેઇલ દ્વારા મળી હતી અને બાદમાં તે ખોટી સાહિત થઈ.


વીડિયો થયો વાયરલ
પ્લેનને ફાઈટર જેટ્સ દ્વારા એસ્કોર્ટ કરવામાં આવતા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. ઘણા યૂઝર્સે તેના પર કોમેન્ટ કરી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
અમેરિકા એકલું પડ્યું!
ઇઝરાયલમાં પેલેસ્ટાઈની ગુનેગારોને હવે સીધી મોતની સજા
Play Video
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ
ઈરાન સામેની જંગમાં નવો વળાંક
આજે 31 માર્ચ