logo-img
Delhi And Bengaluru Face Off Once Again In The Final Of Wpl 2026 Know

WPL 2026; ફાઇનલમાં દિલ્હી અને બેંગલુરુ ફરી એક વખત સામસામે : જાણો મેચનું લાઇવ સ્ટ્રીમિંગ ક્યારે અને ક્યાં જોવું

WPL 2026; ફાઇનલમાં દિલ્હી અને બેંગલુરુ ફરી એક વખત સામસામે
Published by: Offbeat Team
| Last Updated: Feb 04, 2026, 06:23 AM IST

WPL 2026 Final : મહિલા પ્રીમિયર લીગ (WPL 2026) ના ચોથા એડિશનની એલિમિનેટર મેચમાં, દિલ્હી કેપિટલ્સે ગુજરાત જાયન્ટ્સને 7 વિકેટથી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો. WPL ફાઇનલમાં, દિલ્હી કેપિટલ્સની સામે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર છે, બેંગ્લોર ટીમે પોઈન્ટ ટેબલમાં ટોપ પર રહીને ફાઇનલમાં સીધો પ્રવેશ મેળવ્યો હતો. બીજા એડિશનના વિજેતા, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, બીજી વખત ફાઇનલમાં પહોંચી છે. ટીમે 2024 માં દિલ્હી કેપિટલ્સને હરાવીને તેનું પહેલું ટાઇટલ જીત્યું. આ એડિશનમાં, RCB પોઈન્ટ ટેબલમાં ટોચ પર રહ્યું અને સીધો ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો. ટીમે આઠમાંથી છ મેચ જીતી હતી. RCB એ દિલ્હી કેપિટલ્સ સામે બે મેચમાંથી એક મેચ જીતી અને એક મેચમાં હાર મેળવી હતી. 2024 ના એડિશનમાં બેંગ્લોરની ટીમ ત્રીજા સ્થાને રહી હતી. દિલ્હી કેપિટલ્સ પ્રથમ મહિલા પ્રીમિયર લીગ (2023) ની ફાઇનલમાં પહોંચી હતી. દિલ્લીની ટીમ પાછળના દરેક એડિશનમાં ફાઇનલમાં પહોંચી છે પરંતુ ક્યારેય ટાઇટલ જીતી શક્યા નથી. હવે, દિલ્હી તેના પ્રથમ ટાઇટલ માટે RCB સામે ટકરાશે. જાણો આ મેચ ક્યારે અને ક્યાં રમાશે, અને તેનું લાઇવ સ્ટ્રીમિંગ ક્યાં થશે.

મહિલા પ્રીમિયર લીગ 2026 ની ફાઇનલ ક્યારે અને ક્યાં રમાશે?

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે ફાઇનલ 5 ફેબ્રુઆરી, ગુરુવારના રોજ રમાશે. RCB-W vs DC-W ફાઇનલ મેચ BCA સ્ટેડિયમ, કોટંબી (વડોદરા) માં રમાશે.

RCB-W vs DC-W ફાઇનલ કેટલા વાગ્યે શરૂ થશે?

મહિલા પ્રીમિયર લીગ ફાઇનલ સાંજે 7:30 વાગ્યે શરૂ થશે. ટોસ સાંજે 7 વાગ્યે થશે.

RCB ની સંભવિત પ્લેઈંગ 11

ગ્રેસ હેરિસ, સ્મૃતિ મંધાના (કેપ્ટન), જ્યોર્જિયા વોલ, રિચા ઘોષ, રાધા યાદવ, નાદીન ડી ક્લાર્ક, પૂજા વસ્ત્રાકર, અરુંધતી રેડ્ડી, શ્રેયંકા પાટિલ, લોરેન બેલ, સયાલી સતઘરે.

દિલ્હી કેપિટલ્સની સંભવિત પ્લેઈંગ 11

લિઝેલ લી, શેફાલી વર્મા, લૌરા વોલ્વાર્ડ, જેમિમાહ રોડ્રિગ્સ (કેપ્ટન), નિકી પ્રસાદ, મેરિઝાન કેપ, ચિનેલ હેનરી, સ્નેહ રાણા, નલ્લાપુરેડી ચરાણી, મિન્નુ મણિ, નંદની શર્મા.

WPL 2026 ની ફાઇનલનું લાઇવ ટેલિકાસ્ટ અને લાઇવ સ્ટ્રીમિંગ ક્યાં થશે?

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેની ફાઇનલ મેચનું લાઇવ ટેલિકાસ્ટ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર કરવામાં આવશે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિરુદ્ધ દિલ્હી કેપિટલ્સની ફાઇનલનું લાઇવ સ્ટ્રીમિંગ JioHotstar એપ અને વેબસાઇટ પર કરવામાં આવશે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now