Home Tech/Gadgets Delete This Harmful Loan Applications A8c0f5ba 1946 448e 906f Ad465837c4d4

એપ નથી ખતરો છે : ફોનમાંથી ફટાફટ ડીલીટ કરો આ એપ્સ, નહીં તો ક્યાંક ફસાય જશો...

એપ નથી ખતરો છે
Published by: OBS Bureau
Last Updated: Jan 02, 2025, 04:24 PM IST

સાયબર ક્રાઈમ અને સાયબર ફ્રોડના કિસ્સા દિવસેને દિવસે વધી રહ્યા છે. જેમાં લોન આપવાના નામે થતા ફ્રોડના કિસ્સા મુખ્ય છે. આ એપના માધ્યમથી લોકો ઓછા વ્યાજની લોન આપવાની લાલચ આપે છે. એકવાર તમે એની જાળમાં ફસાઈ ગયો પછી,તમારો ડેટા એક્સેસ કરીને તમને જ બ્લેકમેઈલ કરે છે અને તેમને એવી જાળમાં ફસાવી દે છે, જેમાંથી નિકળવું મુશ્કેલ છે.

આવી રીતે પાથરે છે જાળ
પહેલા તેઓ ઈન્ટરનેટના માધ્યમથી શિકાર શોધે છે. અને ઓછા વ્યાજે લોનની લોભામણી ઓફર આપે છે.જે મેળવવા માટે તમને એપ ડાઉનલોડ કરવાનું કરે છે.એકવાર ડાઉનલોડ થઈ ગયા પછી, તેઓ વપરાશકર્તાઓના ફોનમાંથી SMS, સંપર્ક સૂચિ અને કૉલ લૉગ્સ ઍક્સેસ કરવાનું શરૂ કરે છે. આ સિવાય આ એપ્સ ફોન કોલ રેકોર્ડ્સ, કેમેરા અને માઇક્રોફોનની એક્સેસ પરમિશન લે છે. બાદમાં, આ પદ્ધતિઓ દ્વારા વપરાશકર્તાઓને બ્લેકમેલ કરવામાં આવે છે.

આટલી એપથી રહો સાવધાન
Préstamo Seguro-Rápido, seguro
Préstamo Rápido-Credit Easy
RupiahKilat-Dana cair
KreditKu-Uang Online
Dana Kilat-Pinjaman kecil
Cash Loan-Vay tiền
RapidFinance
PrêtPourVous
Huayna Money
IPréstamos: Rápido
ConseguirSol-Dinero Rápido
ÉcoPrêt Prêt En Ligne

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now