Home International Defence Minister Rajnath Singh Visits Jk First Visit After Operation Sindoor

રક્ષા મંત્રી રાજનાથ સિંહ J&Kની મુલાકાતે : 'ન્યૂક્લિયર બ્લેકમેલથી ના ડર્યું ભારત'

રક્ષા મંત્રી રાજનાથ સિંહ J&Kની મુલાકાતે
Published by: OBS Bureau
Last Updated: May 15, 2025, 07:05 AM IST

ભારતના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ આજે શ્રીનગર પહોંચ્યા છે. તેઓ આજે બદામી બાગ છાવણીની મુલાકાત લીધી અને 15 કોર્પ્સના મુખ્યાલય ખાતે વરિષ્ઠ સૈન્ય અધિકારીઓ સાથે બેઠક યોજી હાલની સુરક્ષા સ્થિતિનો અંદાજ લીધી. ‘ઓપરેશન સિંદૂર’ પછી તેમનો આ કાશ્મીરનો પ્રહેલો પ્રવાસ હોવાથી મુલાકાતને ખાસ મહત્વ આપવામાં આવી રહ્યું છે.

યાત્રા દરમિયાન રાજનાથ સિંહ પ્રદેશની તાજી સુરક્ષા પરિસ્થિતિની સમીક્ષા કરી અને સેનાના ચાલતા ઓપરેશનો તથા સરહદી પડકારો અંગે માહિતી લીધી. તેઓ આજે મોડી રાત્રે નવી દિલ્હી પાછા ફરશે.



પાકિસ્તાન સાથેના તણાવને પગલે બંધ કરવામાં આવેલી શાળાઓ હવે ફરીથી શરૂ થવાની છે. જમ્મુના શાળા શિક્ષણ નિયામકે બુધવારે જાહેરાત કરી હતી કે 15 મે, 2025થી જમ્મુ અને કાશ્મીરના સરહદી વિસ્તારોમાં શાળાઓ ફરીથી ખુલશે. આ સમાચાર સ્થાનિક વાલીઓ અને વિદ્યાર્થીઓ માટે રાહતભર્યા છે.

ફરી શરૂ થનારા જિલ્લાઓમાં સાંબા, કઠુઆ, રાજૌરી અને પૂંછનો સમાવેશ થાય છે. ઉપરાંત રાજૌરીના પીરી, કાલાકોટ, થાનમંડી, મોગલા, કોતરંકા, ખવાસ, લોઅર હથલ અને દારહાલ તેમજ પૂંછના સુરનકોટ અને બુફલિયાઝ વિસ્તારોમાં પણ શાળાઓ ખુલશે.



ભારતીય સેના અને સરકાર બંને તરફથી સક્રિય પગલાંના પગલે કાશ્મીર ખીણમાં શાંતિ અને સામાન્ય સ્થિતિ તરફ ફરી વળવાનો સંકેત મળ્યો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
લોકસભામાં અમિત શાહનો લલકાર
‘હોર્મુઝ સ્ટ્રેટ ખોલો, નહીં તો...’,
ફોન પર પ્રતિબંધથી 75% વિદ્યાર્થીઓની એકાગ્રતામાં થયો મોટો વધારો!
એ...એ...ગયા!
વિદેશી ફોટોગ્રાફરે હાથીને ગુલાબી રંગીને કહ્યું- 'I DON'T USE AI'
Play Video