Home Gujarat Dea Bo Of An Elderly Man Found Near Himmatnagar

હિંમતનગર નજીક વૃદ્ધનો મૃતદેહ મળ્યો : હત્યાની આશંકા, પોલીસ તપાસ તેજ

હિંમતનગર નજીક વૃદ્ધનો મૃતદેહ મળ્યો
Published by: OBS Bureau
Last Updated: Feb 20, 2026, 02:46 PM IST

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં ઘાણધા નજીકથી એક વૃદ્ધની લાશ મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. મળતી માહિતી મુજબ સ્થાનિક લોકોએ નિર્જન વિસ્તારમાં લાશ જોઈ પોલીસને જાણ કરી હતી.

પોલીસે વિવિધ દિશામાં તપાસ શરૂ કરી

પોલીસ સ્થળ પર પહોંચી મૃતદેહને કબજે લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો હતો. પોસ્ટમોર્ટમ દરમિયાન મૃત્યુ કુદરતી ન હોવાનું પ્રાથમિક તારણ સામે આવતા હત્યાની આશંકા વધુ ગાઢ બની છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પોલીસે વિવિધ દિશામાં તપાસ શરૂ કરી છે.

સ્થાનિકોમાં ભય અને ચિંતા

હિંમતનગર બી ડિવિઝન પોલીસ દ્વારા વૃદ્ધના મોતનું ચોક્કસ કારણ જાણવા માટે સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ, મોબાઇલ કોલ ડિટેઇલ્સ તેમજ શંકાસ્પદ વ્યક્તિઓની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું છે કે પ્રાથમિક રીતે હત્યાની આશંકા માનવામાં આવી રહી છે, પરંતુ તમામ પાસાઓની તપાસ બાદ જ સત્તાવાર રીતે કારણ જાહેર કરવામાં આવશે. ઘટનાને લઈને સ્થાનિકોમાં ભય અને ચિંતા ફેલાઈ છે, જ્યારે પોલીસ દ્વારા ઝડપી અને નિષ્પક્ષ તપાસની ખાતરી આપવામાં આવી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now