Home International Daughter Confesses To Father That She Had A Boyfriend For 11 Years Father Calm Reaction Viral Video

"પપ્પા, મારો એક બોયફ્રેન્ડ છે!" : દીકરીએ પિતા સામે બોયફ્રેન્ડની વાત કરી, પિતાએ આપેલા જવાબે કરોડો લોકોના દિલ જીત્યા

"પપ્પા, મારો એક બોયફ્રેન્ડ છે!"
Published by: OBS Bureau
Last Updated: Dec 22, 2025, 09:57 AM IST

Heartwarming video: સોશિયલ મીડિયા પર એક હાર્ટવોર્મિંગ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક દીકરી રડતા-રડતા પોતાના પિતાને કબૂલે છે કે તે છેલ્લા 11 વર્ષથી એક છોકરા સાથે પ્રેમમાં છે અને તેની સાથે ઇન્ટરકાસ્ટ મેરેજ કરવા માંગે છે. પિતાની શાંત અને સમજદાર પ્રતિક્રિયાએ કરોડો લોકોના દિલ જીતી લીધા છે.

ભારતીય સમાજમાં આજે પણ જ્યારે પ્રેમ લગ્ન કે અન્ય જ્ઞાતિમાં લગ્નની વાત આવે છે, ત્યારે ઘણા પરિવારોમાં તણાવની સ્થિતિ સર્જાય છે. સંતાનો પોતાના પિતાને આ વાત કહેતા ડરતા હોય છે, પરંતુ હાલમાં સોશિયલ મીડિયા પર એક એવો વીડિયો વાયરલ થયો છે, જેણે પિતા કોને કહેવાય એ સાબિત કરી દીધું છે. આ વીડિયોમાં એક દીકરી તેના પિતાને પોતાની ઇન્ટરકાસ્ટ લવ મેરેજ (Intercaste Marriage) કરવાની ઈચ્છા વિશે જણાવે છે, અને તેના પિતા શાંતિથી જવાબ આપે છે તે જોઈને લાખો લોકો સ્તબ્ધ થઈ ગયા છે.

વીડિયોમાં શું બન્યું?

વીડિયોમાં દીકરી ખૂબ ગભરાટ અને રડતા અવાજે પિતાને કહે છે, "પપ્પા, મારો એક બોયફ્રેન્ડ છે... 11 વર્ષથી." તે વધુમાં જણાવે છે કે,તે છોકરો બીજી જ્ઞાતિનો છે અને તેની સાથે લગ્ન કરવા માંગે છે. દીકરીને ડર હતો કે, પિતા ગુસ્સે થશે કે વાંધો લેશે, પરંતુ પિતા શાંતિથી સાંભળે છે અને તેને ગળે લગાવીને શાંત પાડે છે.

પિતાનો પ્રેરણાદાયી જવાબ

પિતા સ્મિત સાથે કહે છે, "તું આટલી ગભરાય કેમ છે? જો તને લાગે છે કે તે છોકરો સારો છે અને તને સાચવશે તો મને કોઈ વાંધો નથી. આ તો સારા સમાચાર છે!" તેઓ વધુમાં સમજાવે છે કે જ્ઞાતિ-જાતિ જેવી કોઈ વસ્તુ નથી – દરેક સમાજમાં સારા અને ખરાબ લોકો હોય છે. મહત્વનું છે વ્યક્તિનો વ્યવહાર અને વિચારસરણી. તેઓ કહે છે કે બંને મોટા અને આર્થિક રીતે સ્વતંત્ર છે, તેથી પોતાના જીવનના નિર્ણય પોતે લઈ શકે છે.

લોકોની પ્રતિક્રિયાઓ

આ વીડિયો ઇન્સ્ટાગ્રામ અને અન્ય પ્લેટફોર્મ પર કરોડો વખત જોવાયો છે. યુઝર્સ પિતાના વખાણ કરતા થાકતા નથી – "દરેક પિતા આવા હોવા જોઈએ", "આવી માનસિકતા દરેકને મળે", "સાચો પિતા કોને કહેવાય એ સાબિત થયું" જેવી કોમેન્ટ્સ વરસી રહી છે. આ વીડિયોએ ફરી એક વાર સાબિત કર્યું કે માતા-પિતા અને સંતાન વચ્ચે મિત્રતા જેવો સંબંધ હોય તો જીવનની કોઈપણ મુશ્કેલી સરળ બની જાય છે.

આવા પ્રેરણાદાયી વીડિયો જોઈને મન પ્રસન્ન થઈ જાય છે અને સમાજમાં સકારાત્મક પરિવર્તનની આશા જાગે છે!

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now