Home Gujarat Date Of Gujarat Assembly Budget Session Announced

ગુજરાત વિધાનસભાના બજેટ સત્રની તારીખ જાહેર : કામકાજ સલાહકાર સમિતિની પુનઃ રચના કરાઈ, 23 દિવસમાં 26 બેઠક યોજાશે

ગુજરાત વિધાનસભાના બજેટ સત્રની તારીખ જાહેર
Published by: OBS Bureau
Last Updated: Jan 16, 2026, 10:07 AM IST

Gujarat Legislative Assembly : ગુજરાત વિધાનસભાના આગામી બજેટ સત્રની તારીખો જાહેર કરવામાં આવી છે. રાજ્ય વિધાનસભાનું બજેટ સત્ર તા. 16 ફેબ્રુઆરીથી શરૂ થશે અને 25 માર્ચ સુધી ચાલશે. આ દરમિયાન કુલ 23 દિવસમાં 26 બેઠકો યોજવામાં આવશે.

વિધેયકો, નીતિગત નિર્ણયો તેમજ વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરાશે

બજેટ સત્ર દરમિયાન રાજ્ય સરકાર દ્વારા મહત્વના વિધેયકો, નીતિગત નિર્ણયો તેમજ વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. સાથે સાથે રાજ્યના આર્થિક આયોજન અને વિકાસકાર્યો અંગે મહત્વપૂર્ણ ચર્ચાઓ થવાની સંભાવના છે.

કામકાજ સલાહકાર સમિતિની પુનઃ રચના કરાઈ

આ ઉપરાંત, વિધાનસભાના કામકાજને વધુ સુચારુ બનાવવા માટે કામકાજ સલાહકાર સમિતિની પુનઃ રચના પણ કરવામાં આવી છે. આ સમિતિ સત્ર દરમિયાન વિધાનસભાના કાર્યક્રમ અને કાર્યસૂચિ નક્કી કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે.

રાજકીય પક્ષોએ પણ તૈયારીઓ તેજ કરી?

બજેટ સત્રને લઈ રાજકીય પક્ષોમાં પણ તૈયારી શરૂ થઈ ગઈ છે અને આગામી દિવસોમાં વિધાનસભામાં ચર્ચા અને વિવાદ ભરપૂર રહેવાની શક્યતા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now