Home Agriculture Cucumber Farming Income Expenditure Farmer Land Gujarat Production

લખપતિ બનાવતી ખેતી : આ ખેતીમાં ઓછી મહેનતે વધુ નફો, 2 મહિનામાં થશે લાખોની આવક

લખપતિ બનાવતી ખેતી
Published by: OBS Bureau
Last Updated: Jan 25, 2025, 07:31 AM IST

હવે ઓછા સમયમાં વધુ આવક મેળવવા ખેડૂતો અવનવી ખેતી પદ્ધતિ અપનાવી રહ્યા છે. ત્યારે ઓછા સમયમાં અને ઓછા ખર્વે વધુ આવક મેળવવી હોય તો કાકડીની ખેતી ખેડૂતો માટે બેસ્ટ સાબિત થઈ રહી છે....જો તમારે પણ ઓછા સમયમાં વધુ રૂપિયા કમાવવા હોય તો કાકડીની ખેતી શરૂ કરી દો. તો આવો જાણીએ કાકડની ખેતી કેવી રીતે થાય છે, તેમા કેટલો ખર્ચ અને કેટલી આવક થાય છે..
બજારમાં રહે છે હંમેશા માગ
ભોજન હોય કે ડાયટ તેના માટે સલાડ ખુબ જ જરૂરી હોય છે. ત્યારે કાકડી વગર સલાડની મજા હંમેશા અધૂરી રહેતી હોય છે. એટલા માટે કાકડીની બજારમાં માગ પણ વધુ રહેતી હોય છે. જેથી હવે ખેડૂતો પરંપરાગત ખેતી છોડી કાકડીની ખેતી તરફ વળી રહ્યા છે. અને સારી એવી આવક પણ મેળવતા થયા છે..
કાકડી માટે કઈ જમીન છે ઉત્તમ?
કાકડીની ખેતી માટે યોગ્ય માટી પસંદ કરવી જરૂરી છે. રેતાળ અને ચીકણી જમીન કાકડીની ખેતી માટે સૌથી યોગ્ય માનવામાં આવે છે. કાકડીની ખેતી ખર્ચમાં ઓછી અને નફો વધારે છે. કાકડીનો પાક લગભગ બે મહિનામાં તૈયાર થઈ જાય છે. આ સમયગાળા દરમિયાન ખેડૂતો છોડની સંભાળ રાખે છે અને સમયસર સિંચાઈ કરે છે. જ્યારે પાક તૈયાર થાય છે ત્યારે તેને કાપીને બજારમાં વેચી ખેડૂતો આવક મેળવે છે.
કાકડીની ખેતીમાં કેટલી થાય છે આવક?
કૃષિ નિષ્ણાંતોના મતે એક એકરમાં કાકડની ખેતી માટે માત્ર 20થી 25 હજાર રૂપિયાનો ખર્ચ થાય છે...જ્યારે એક એકરમાં લગભગ 400 ક્વિન્ટલ કાકડીનું ઉત્પાદન થાય છે...બજારમાં સામાન્ય રીતે એક કિલો કાકડીના 20 રૂપિયા જેટલા ભાવ મળતા હોય છે.. જેથી એક એકરમાં 400 ક્વિન્ટલ ઉત્પાદન મેળવી ખેડૂતો લાખો રૂપિયાની કમાણી કરી શકે છે..કાકડીનો પાક 2 મહિનામાં તૈયાર થઈ જતો હાવાથી 25 હજારનો ખર્ચ કરી બે મહિનામાં ખેડૂતો લાભો રૂપિયા કમાઈ શકે છે..

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now