વડોદરાનાં તાંદલજા વિસ્તારનાં એકતાનગરમાં પતિએ પત્નીની ઠંડા કલેજે હત્યા કરવાની ઘટના પ્રકાશમાં છે. પતિએ સૌ પ્રથમ તો પત્નિની હત્યા કરી અને પોતાનું પાપ છુપાવવા માટે શહેરની અનેક હોસ્પિટલોમાં સારવાર માટે ફરીને નાટક કર્યં હોવાનું પોલીસની તપાસમાં ખુલ્યું છે.
ઘટના એવી છે કે રિક્ષા ચલાવી ગુજરાન ચલાવતા જાવેદ મન્સૂરીને પોતાની પત્ની પર શંકા હતી કે, તે તેના પૂર્વ પ્રેમીને ભૂલી શકતી નથી. જેના કારણે બાળકો ઘરની બહાર રમતા હતા. ત્યારે જાવેદે પત્ની તસ્લીમબાનુંને દુપટ્ટાથી ટુંપો આપી મોઢા પર ઓશિકું દબાવીને હત્યા કરી નાખી હતી. હત્યા બાદ કરતૂત છુપાવવા પત્નીને લઈને ત્રણ હોસ્પિટલમાં સારવાર માટે ફર્યો હતો. જો કે મૃતકનાં ભાઈએ ગળાના ભાગે નિશાન જોતા પોલીસને જાણ કરી હતી. અને પોલીસે પતિ જાવેદની આકરી પૂછપરછ કરતા તે ભાગી પડ્યો હતો અને હત્યા કરી હોવાની કબૂલાત કરી છે.
આ સમગ્ર ઘટનાની મૃતકના ભાઈએ જે. પી. રોડ પોલીસેને જાણ કરતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને બોડીને કબ્જે કરી પી.અમ. અર્થે ખસેડવામાં આવી છે. જેમાં જેમાં પણ ગળું દબાવવાથી મોત નિપજ્યું હોવાનું સામે આવતાં પોલીસે આરોપી પતિ જાવેદ મન્સૂરીની ધરપકડ કરી છે, ત્યારબાદ આજે તેને સાથે રાખીને સમગ્ર ઘટનાનું રી કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. જે દુપટ્ટા અને ઓશીકાથી હત્યા કરી તેનાથી જ રીકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું હતું. અને ઘટનાની એક-એક કડી મેળવવાનો પોલીસે હાલ પ્રયાસ શરૂ કરી અને આરોપીને જેલને હવાલે કર્યો છે.






