આ કામનાં ફરીયાદી અગાઉ ભાવનગર ખાતે નાયબ નિયામક (આરોગ્ય અને તબીબી સેવાઓ )તરીકે ફરજ નિભાવેલ હતી. દરમ્યાન તેઓના દ્વારા આરોગ્ય વિભાગનાં સ્ટાફ સામે બોગસ મેડીકલ પ્રેક્ટીસ બાબતે શીક્ષાત્મક કાર્યવાહી કરતાં ફરીયાદી સામે ખંડણી માંગણીની ફરીયાદ કમીશ્નર આરોગ્ય કરવામાં આવી હતી. જેથી ફરીયાદી તથા તેઓના સાથી ડોકટરને ફરજ મૌકુફી પર ઉતારેલ છે. અને આરોગ્ય વિભાગ દ્વારા બન્ને ડોકટર સામે પ્રાથમીક તપાસ શરૂ કરવામાં આવી હતી. અને તપાસ અધીકારીએ આ ખાતાકીય તપાસ ઓકટોબર-૨૦૨૪માં પુર્ણ કરી પોતાનો અહેવાલ જાન્યુઆરી-૨૦૨૫માં કરાવ્યો હતો.
દરમ્યાન આરોપી નં-૨ વચેટીયાએ ફરીયાદીનો સંપર્ક કરીને ફરીયાદી તથા તેમના સાથી ડોકટર બન્ને વિરુધ્ધની પ્રાથમીક તપાસનાં કામે તરફેણમાં કાર્યવાહી કરાવવા માટે આરોપી નં-૧ સાથે મીટીંગ કરવા બોલાવેલ હતા. જેથી ફરીયાદી અને તેમના સાથી ડોકટર મીત્ર ગાંધીનગર ખાતે જઇ બન્ને આરોપીઓને રૂબરૂમાં મળી વાતચીત કરતાં બન્ને આરોપીઓએ ફરીયાદી અને તેમના સાથી ડોકટર એમ બન્નેનાં રૂ.૩૦,૦૦,૦૦૦ની લાંચની માંગ કરી હતી. તે પૈકી રૂ.૧૫,૦૦,૦૦૦ એડવાન્સ અને બાકીનાં ફરીયાદીનું કામ થઇ ગયા પછી આપવાનો વાયદો કર્યો હતો.
ત્યારબાદ આરોપી નં-૨ ફરીયાદીને ટેલીફોન કરી નાણાંની માંગણી કરતા હતા. પરંતુ ફરીયાદી લાંચનાં નાણાં આપવા માંગતા ના હોઇ એસીબીનો સંપર્ક કરી ફરીયાદ આપતા, આજરોજ લાંચનાં છટકાનું આયોજન કર્યું હતું. આ લાંચનાં છટકા દરમ્યાન આરોપી નં-૨ નાંએ ફરીયાદીને પોતાના ઘરે લાંચનાં નાણાં આપવા બોલાવી પોતાની અગાઉની માંગણી અનુસાર હેતુલક્ષી વાતચીત કરી લાંચનાં નાણાં સ્વીકારતી વખતે રંગેહાથ ઝડપાઈ ગયા હતા.
ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જામ્યો: AAPનો માસ્ટરસ્ટ્રોક, સાતમી યાદી સાથે પંચાયત અને નગરપાલિકાના ઉમેદવારો મેદાનમાં!





