Home Gujarat Cpp And Rupay Platinum Debit Card A Big Decision For Pension Account

પેન્શન ખાતાઓ માટે મહત્વનો નિર્ણય : CPP અને RuPay Platinum ડેબિટ કાર્ડ મામલે લેવાયો આ નિર્ણય

પેન્શન ખાતાઓ માટે મહત્વનો નિર્ણય
Published by: OBS Bureau
Last Updated: Jan 16, 2026, 08:58 AM IST

કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર તેમજ જાહેર ક્ષેત્રની સંસ્થાઓ (PSU)માંથી નિવૃત્ત થયેલા અને પેન્શન ખાતું ધરાવતા પેન્શનરો માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. બેંકો દ્વારા પેન્શનરોને વધુ સુવિધાઓ આપવા માટે “Comprehensive Pension Package” (CPP) અંતર્ગત વિશેષ લાભો ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યા છે.

પેન્શન ખાતા માટે મહત્વનો નિર્ણય

આ “Comprehensive Pension Package” (CPP) પ્રોડક્ટ કોડ 1093–1101 હેઠળ કાર્યરત છે, જેમાં પેન્શનરોને અનેક બેંકિંગ સુવિધાઓનો વિશેષ લાભ મળશે. મહત્વની વાત એ છે કે હાલના પેન્શન ખાતાને સરળતાથી આ CPP પેકેજમાં રૂપાંતરિત કરી શકાય છે, જેથી નવા ખાતા ખોલવાની જરૂર નહીં રહે. આ પેકેજ હેઠળ પેન્શનરોને ‘RuPay Platinum Debit Card’ પણ આપવામાં આવશે. ખાસ વાત એ છે કે આ ડેબિટ કાર્ડ પર કોઈ પણ પ્રકારનો વાર્ષિક ચાર્જ લેવામાં આવતો નથી. સાથે સાથે, RuPay Platinum કાર્ડ સાથે જોડાયેલી વિવિધ વધારાની સુવિધાઓનો લાભ પણ પેન્શનરો મેળવી શકશે.

થશે મોટો ફાયદો

પેન્શનરોને આ યોજના અંગે સંપૂર્ણ અને સચોટ માહિતી મળી રહે તે માટે તિજોરી શાખા દ્વારા બે મુખ્ય પ્રક્રિયાઓ અંગે અધિકૃત માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. આથી પેન્શનરોનો સમય અને શક્તિ બચે તેમજ બિનજરૂરી મુશ્કેલીઓથી બચી શકાય તે હેતુ રાખવામાં આવ્યો છે.પેન્શન ખાતાધારકોને વધુ સુરક્ષિત, સરળ અને લાભદાયી બેંકિંગ સુવિધાઓ મળશે અને તેમના દૈનિક નાણાકીય વ્યવહારો વધુ સુગમ બનશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now