Home Gujarat Cow Smuggling Vehicle Accident On Chandranagar Brts Track

ચંદ્રનગર BRTS ટ્રેકમાં ગાયની તશ્કરી કરતી ગાડીનો અકસ્માત : એક આરોપીની ધરપકડ, વધુ તપાસ તેજ, થશે મોટો ખુલાસો!

ચંદ્રનગર BRTS ટ્રેકમાં ગાયની તશ્કરી કરતી ગાડીનો અકસ્માત
Play Video
Published by: OBS Bureau
Last Updated: Feb 05, 2026, 02:17 PM IST

અમદાવાદના વાસણા વિસ્તારમાં આવેલા ચંદ્રનગર BRTS કોરિડોરમાં ગૌવંશની ગેરકાયદે તસ્કરી કરતી એક કારનો ગંભીર અકસ્માત સર્જાયો હતો. BRTS બસ ટ્રેકમાં બેફામ ઝડપે દોડી રહેલી કાર ચાલકે નિયંત્રણ ગુમાવતા અકસ્માત સર્જ્યો હતો, જેના કારણે BRTS ટ્રેકના દરવાજા, લાઈટના પોલ, ડિવાઈડર સહિતની સરકારી મિલકતને ભારે નુકસાન પહોંચ્યું હતું. પ્રાપ્ત માહિતી મુજબ, ગૌવંશ ભરેલી કાર અંદાજિત 100 કિમી પ્રતિ કલાકથી વધુની ઝડપે ચાલી રહી હતી.

BRTS બસ ટ્રેકમાં ગંભીર અકસ્માત સર્જ્યો

અકસ્માત બાદ કારમાં સવાર ત્રણ શખ્સો ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા, જ્યારે એક અન્ય વ્યક્તિને સ્થાનિક લોકોએ પકડી લીધો હતો. કારમાં ગૌવંશ જોવા મળતા જ સ્થાનિકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. ગઈકાલે રાત્રિના સમયે પોલીસ કંટ્રોલ રૂમને પબ્લિક PCR મારફતે માહિતી મળી હતી કે ઈઝરોનર તરફથી એક રેનો કંપનીની લોકોકાર ગાયોને ગેરકાયદે રીતે લઈ જઈ રહી છે. આ બાતમીના આધારે સ્થાનિક પોલીસ તાત્કાલિક કિસ્મત્રીયા વિસ્તારમાં પહોંચી હતી. દરમિયાન આ કાર ચંદ્રનગર BRTS બસ ટ્રેકમાં પ્રવેશી જતા અકસ્માત સર્જાયો હતો.

આરોપીની ધરપકડ કરવામાં આવી

અકસ્માત બાદ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને સમગ્ર પરિસ્થિતિનો કબ્જો સંભાળ્યો હતો. પકડાયેલા આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને ગૌવંશને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યો છે. પોલીસ દ્વારા આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે તેમજ ફરાર થયેલા અન્ય આરોપીઓને પકડવા માટે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ ઘટનાથી એક તરફ ગૌવંશ તસ્કરીનો પર્દાફાશ થયો છે, તો બીજી તરફ BRTS કોરિડોરમાં ગેરકાયદે વાહન પ્રવેશ અને બેફામ ઝડપ સામે ફરી સવાલો ઉભા થયા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
GUJCET 2026; ગુજકેટની પરીક્ષામાં 8 કલાકમાં 3 પેપર
કાચા મકાનના છાપરા ઉડી જાય તેવી સ્થિતિ સર્જાશે!
જૈન મુનિ સાગરચંદ્ર વિવાદના વમળમાં...
જામનગરને મળી મોટી ભેટ
એમ.એસ. યુનિ.ની કોમર્સ ફેકલ્ટીમાં એન્ટ્રન્સ ટેસ્ટ મુદ્દે હોબાળો