Home International Countries Around The World Are Angry At Trump S Tariff Announcement

ટ્રમ્પના ટેરિફની વૈશ્વિક સ્તર પર ટિકા : દુનિયાભરના દેશોએ નારાજગી કરી વ્યક્ત

ટ્રમ્પના ટેરિફની વૈશ્વિક સ્તર પર ટિકા
Published by: OBS Bureau
Last Updated: Apr 04, 2025, 04:32 AM IST

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે એક એવુ પગલું ભર્યું છે જેની ચેતવણી તેઓ ઘણા વખતથી આપી રહ્યાં હતા. ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફની જાહેરાત કરી દિધી છે. તેમણે ભારત સહિત વિશ્વના ઘણા દેશો પર નવા કરવેરા લાદવાની જાહેરાત કરી હતી. ટ્રમ્પના આ નિર્ણયથી ટેરિફ વોરની શક્યતાઓ છે.

વ્હાઇટ હાઉસના રોઝ ગાર્ડનમાં ટ્રમ્પે બુધવારે કહ્યું કે આ અમેરિકા માટે સ્વતંત્રતાની ઘોષણા છે. તેમણે કહ્યું કે હવે ઓછામાં ઓછો 10 ટકા નવો ટેક્સ લાદવામાં આવશે. પોતાના નવા ટેરિફની જાહેરાતમાં ટ્રમ્પે તમામ દેશો, મિત્રો અને દુશ્મનોને સામેલ કર્યા હતા. આ નિર્ણયથી અમેરિકાના વેપારી ભાગીદારો ગુસ્સે થયા, જેમણે બદલો લેવાની પ્રતિજ્ઞા લીધી.

ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાને જતાવી નારાજગી
ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન એન્થોની અલ્બેનીઝે ટેરિફની નિંદા કરી છે. તેમણે કહ્યું કે આવુ કોઈ દોસ્ત નથી કરતું. ખાસ કરીને ઓસ્ટ્રેલિયાથી બીફની આયાત પર લાદવામાં આવેલા ટેરિફ પર નારાજગી વ્યક્ત કરતા તેમણે કહ્યું કે અમેરિકન લોકોએ આ ખોટા નિર્ણય માટે ભારે કિંમત ચૂકવવી પડશે. ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન અલ્બેનીઝે જણાવ્યું હતું કે ટ્રમ્પના ટેરિફની સૌથી મોટી હાની અમેરિકન લોકોને થશે. જો કે, તેમણે સ્પષ્ટ કર્યું કે તેમની સરકાર બદલામાં નવા કરવેરા લાદશે નહીં કારણ કે તે ફુગાવો તરફ દોરી જશે અને આર્થિક વૃદ્ધિને ધીમું કરશે.

કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્ની
કેનેડાના વડા પ્રધાન માર્ક કાર્નીએ ટ્રમ્પના ટેરિફ સામે લડવાની પ્રતિજ્ઞા લીધી હતી. આ નિર્ણય વૈશ્વિક વેપાર પ્રણાલીને સંપૂર્ણપણે બદલી શકે છે. કાર્નીએ જણાવ્યું હતું કે આ અંગે જરૂરી પગલાં લેવામાં આવશે.

બ્રિટન, જર્મની અને આયર્લેન્ડ બદલો લેવાની તૈયારીમાં
બ્રિટનના વડા પ્રધાન કીર સ્ટાર્મરે ટ્રમ્પના નવા ટેરિફ અંગે આકરી પ્રતિક્રિયા આપી હતી. વેપાર યુદ્ધ કોઈના હિતમાં નથી. સંસદમાં બોલતા તેમણે કહ્યું કે તેમની સરકાર તમામ સંભવિતતાઓ માટે તૈયાર છે અને કોઈ પણ વિકલ્પને નકારી શકાય નહીં.

જર્મનીએ ચેતવણી આપી હતી કે વેપાર યુદ્ધથી બંને પક્ષોને નુકસાન થશે. સ્પેનના વડા પ્રધાન પેડ્રો સાંચેઝે જણાવ્યું હતું કે તેમનો દેશ તેની કંપનીઓ અને કર્મચારીઓનું રક્ષણ કરશે અને ખુલ્લા વૈશ્વિક અર્થતંત્રને ટેકો આપવાનું ચાલુ રાખશે. આયર્લેન્ડના વેપાર મંત્રીએ જણાવ્યું હતું કે તેમનો દેશ અને યુરોપિયન યુનિયન અમેરિકા સાથે વાતચીત દ્વારા આ મુદ્દાનો ઉકેલ લાવવા તૈયાર છે.

ઇટાલી, ફ્રાન્સ અને બ્રાઝિલે પણ નિવેદનો જારી કર્યા હતા.
ટ્રમ્પના નજીકના ગણાતા ઇટાલીના વડા પ્રધાન જ્યોર્જિયા મેલોનીએ જણાવ્યું હતું કે તેઓ વેપાર યુદ્ધને રોકવા માટે તેમની સાથે કામ કરશે. તેમણે કહ્યું કે તેમની સરકાર વેપાર યુદ્ધને ટાળવા માટે અમેરિકા સાથે સમજૂતી કરવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરશે. તેઓ માને છે કે આવા યુદ્ધથી વેસ્ટ નબળુ પડશે અને અન્ય વૈશ્વિક શક્તિઓને ફાયદો થશે.

ફ્રાન્સ સરકારના પ્રવક્તાએ જણાવ્યું હતું કે યુરોપિયન યુનિયન એપ્રિલના અંત સુધીમાં ટ્રમ્પના નવા ટેરિફનો જવાબ આપશે. દરમિયાન, લેટિન અમેરિકાના સૌથી મોટા અર્થતંત્ર બ્રાઝિલે ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલા 10 ટકા ટેરિફનો જવાબ આપવા બુધવારે એક નવા કાયદાને મંજૂરી આપી હતી. બ્રાઝિલના રાષ્ટ્રપતિ તરફથી તાત્કાલિક કોઈ પ્રતિક્રિયા આવી નથી, પરંતુ ગયા અઠવાડિયે રાષ્ટ્રપતિ લુલા દા સિલ્વાએ કહ્યું હતું કે તેમનો દેશ ટેરિફની સામે ચૂપ ન રહી શકે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ
ઈરાન સામેની જંગમાં નવો વળાંક
આજે 31 માર્ચ
લોકસભામાં અમિત શાહનો લલકાર
‘હોર્મુઝ સ્ટ્રેટ ખોલો, નહીં તો...’,