ગુજરાતના રાજકીય વલણો માટે મોટી ઘડીઓ તેમજ ચર્ચાતી વિગતો મુજબ નેતાઓના ધબકારા ફાસ્ટ થઈ ગયા છે. શુક્રવારના દિવસે બપોરે 12:39 વાગ્યે ગાંધીનગરમાં નવા મંત્રીઓ શપથ લઈ શકે છે. મંત્રીમંડળના વિસ્તરણને લઈને હવે સત્તાવાર જાહેરાત નથી કરાઈ અને તૈયારી શરૂ કરી દેવાઈ છે અને સોમવારથી રાજકીય ગરમાવો યથાવત રહેશે.
રાજીનામાં અને તૈયારી
મહત્વપૂર્ણ છે કે, આવતીકાલે વર્તમાન મંત્રીમંડળના સભ્યો મંત્રીપદ પરથી રાજીનામું આપશે, જે બાદ નવા મંત્રીઓ માટે જગ્યા ખાલી થશે. કેટલાક મંત્રીઓનું નામ કાપવામાં આવે તેમ લાગતું હોવાથી આંતરિક તાણ પણ જોવા મળી રહ્યો છે.
ભાજપની અંદર સુચનાઓ
સૂત્રો પાપ્ત વિગતો મુજબ 'દરેક ધારાસભ્યને પાર્ટી અને વિપ ઓફિસ તરફથી સ્પષ્ટ સૂચના અપાઈ છે કે, ગુરુવાર અને શુક્રવાર ગાંધીનગરમાં હાજર રહેવું, જેમાંથી કેટલાક ધારાસભ્યો માટે મંત્રીપદની શક્યતાઓ હોવાની ચર્ચા છે.
ઓફિસ સફાઈ શરૂ
સ્વર્ણિમ સંકુલ–2માં હાલ ખાલી પડેલી મંત્રીઓની ઓફિસોમાં સફાઈ કામ શરૂ થઈ ચૂક્યું છે, જેને લઈને નવી નિમણૂકો માટે તૈયારીઓ આખરી તબક્કામાં છે. નવી કેબિનેટ રચના બાદ તાત્કાલિક રીતે કામકાજ શરૂ કરવા માટે વિભાગો ફાળવવામાં આવશે.
બેસતા વર્ષના દિવસે નવા મંત્રીમંડળ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શુભેચ્છા મુલાકાત કરશે. આ મેળાપ કાર્યક્રમથી મંત્રીઓ અને સરકારે સંકલિત પ્રયાસો દ્વારા નવા વર્ષની શરુઆત કરવાનો સંદેશ આપવાનો પ્રયાસ થશે.






