કર્ણાટકમાં છેલ્લા એક મહિનામાં 20થી વધુ લોકોના હાર્ટ એટેકથી મૃત્યુ થયા છે. જેના પગલે કર્ણાટક સરકારે કોરોનાની રસીને જવાબદાર ઠેરવી હતી. ત્યારે સોશિયલ મીડિયા પર કોરોના રસી અંગે ચર્ચા છેડાઈ હતી. પરંતુ આજે દેશના આરોગ્ય મંત્રાલયે કહ્યું છે, કે ICMR અને AIIMS દ્વારા કરવામાં આવેલા સંશોધનથી સ્પષ્ટ થયું છે કે, કર્ણાટકમાં કોરોના રસી અને અચાનક થયેલા મૃત્યુ વચ્ચે કોઈ સંબંધ નથી. સંશોધનમાં તારણ નીકળ્યું હતું કે, અચાનક મૃત્યુ એ કોરોના રસીની આડઅસર નથી, પરંતુ જીવનશૈલી અને ક્રોનિક રોગો મૃત્યુનું મુખ્ય કારણ છે.
Extensive studies by ICMR and AIIMS have confirmed no direct link between COVID-19 vaccines and sudden adult deaths. Investigations identified lifestyle and pre-existing health conditions as key contributing factors behind such incidents, ruling out vaccine-related causes pic.twitter.com/74VrBgxKUt
— IANS (@ians_india) July 2, 2025
કોરોના રસી, હાર્ટ એટેક અને કર્ણાટકમાં વિવાદ બાદ સ્પષ્ટતા
તમને જણાવી દઈએ કે મે-જૂન 2025ની વચ્ચે, કર્ણાટકના હસન જિલ્લામાં હાર્ટ એટેકથી 20થી વધુ લોકોના મોત થયા હતા. આ અચાનક મૃત્યુનું કારણ કોરોના રસીની આડઅસર હોવાનું જણાવવામાં આવ્યું હતું. કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ કોવિડ રસીની સંભવિત આડઅસરોની તપાસ માટે એક નિષ્ણાત સમિતિની રચના કરી હતી. આ સમિતિનું નેતૃત્વ જયદેવ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોવેસ્ક્યુલર સાયન્સિસ એન્ડ રિસર્ચના ડિરેક્ટર ડૉ. કેએસ રવિન્દ્રનાથ હતા. તપાસ પૂર્ણ કરીને 10 દિવસમાં રિપોર્ટ સબમિટ કરવાનો આદેશ આપવામાં આવ્યો. કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ તેમના એક્સ હેન્ડલ પર એક પોસ્ટ પણ લખી હતી, જેમાં તેમણે કહ્યું હતું કે ''વિશ્વભરમાં કરવામાં આવેલા સંશોધનથી સાબિત થયું છે કે કોરોના રસીની આડઅસરો છે. રસીને ઉતાવળમાં મંજૂરી આપવામાં આવી હતી, જે અચાનક મૃત્યુનું કારણ બની શકે છે. કર્ણાટકના આરોગ્ય વિભાગના ડેટા અનુસાર, 2 વર્ષમાં હાસન જિલ્લામાં 507 હાર્ટ એટેકના દર્દીઓ નોંધાયા હતા. તેમાંથી 190 લોકોના મોત થયા છે''. જો કે, હવે ICMR દ્વારા સષ્ટતા પણ કરવામાં આવી છે.
In the past month alone, in just one district of Hassan, more than twenty people have died due to heart attacks. The government is taking this matter very seriously. To identify the exact cause of these series of deaths and to find solutions, a committee of experts has been…
— Siddaramaiah (@siddaramaiah) July 1, 2025
કર્ણાટકમાં કોરોના રસીકરણની સ્થિતિ
મળેલી માહિતી અનુસાર, કર્ણાટકમાં કોરોના રસીકરણ 16 જાન્યુઆરી 2021ના રોજ શરૂ થયું હતું. સૌ પ્રથમ આરોગ્ય કર્મચારીઓ અને ફ્રન્ટલાઈન વર્કરોને રસી આપવામાં આવી હતી. જે પછી 45 વર્ષથી વધુ ઉંમરના લોકોને આપવામાં આવી હતી. ત્યારબાદ 18-44 વર્ષની વય જૂથના લોકોને રસી આપવામાં આવી હતી. લોકોને કોવિશિલ્ડ અને કો-વેક્સિન ડોઝ આપવામાં આવ્યો હતો. સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં રસીકરણ કેન્દ્રો સ્થાપિત કરવામાં આવ્યા હતા. રસીકરણ માટે કોવિન પોર્ટલ (www.cowin.gov.in), કોવિન-કાર મોબાઇલ એપ્લિકેશન પણ શરૂ કરવામાં આવી હતી. કર્ણાટકમાં કોરોના રસીનો સ્ટોક બેંગલુરુ, બેલગામ, મૈસુર, કાલાબુરાગી, દક્ષિણ કન્નડ, બાગલકોટ અને ચિત્રદુર્ગમાં બનાવવામાં આવ્યો હતો.

_efb697a3-b7d4-4a08-9b79-2fd10343c3ce.jpg)




