Home Gujarat Congress Working Committee Cwc Ahmedabad Sabarmati Riverfront Gujarat News Rahul Gandhi Sonia Gandhi Offbeatstories

Congress Party Adhiveshan : કોંગ્રેસના રાષ્ટ્રિય અધિવેશનમાં લેવાશે મોટો નિર્ણય, ગુજરાત કોંગ્રેસના માળખામાં ફેરફારના એંધાણ

Congress Party Adhiveshan
Published by: OBS Bureau
Last Updated: Apr 09, 2025, 10:35 AM IST

ગુજરાતમાં 64 વર્ષ બાદ કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન મળી રહ્યું છે. સાબરમતીના કાંઠે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના હસ્તે ફ્લેગ હોસ્ટિંગ બાદ રાષ્ટ્રીય અધિવેશનની શરૂઆત થઈ ગઈ છે. આજે અધિવેશનના બીજા દિવસે રાષ્ટ્રવાદ, પ્રજાતંત્ર અને લોકતંત્ર બચાવવા, સામાજિક ન્યાય, દેશમાં સર્વધર્મ સદભાવ, મહિલાઓના અધિકાર, ખેડૂતો, અર્થવ્યવસ્થા, બેરોજગારી, આર્થિક અન્યાય, વિદેશ નીતિ, સશક્ત સંગઠન પ્રસ્તાવ પર ચર્ચા શરૂ થઈ છે. હવે એક બાદ એક નેતા પ્રસ્તાવ પર ચર્ચા કરી રહ્યા છે.


અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાઈ રહ્યું છે, ત્યારે દેશભરમાંથી 2 હજારથી વધુ લોકો અધિવેશન માટે આવ્યા છે. કોંગ્રેસના રાષ્ટ્રિય અધિવેશનમાં બપોરે 1 વાગ્યા બાદ અધિવેશનમાં બ્રેક પડ્યો હતો. બહારથી આવેલા ડેલિગેટ માટે અધિવેશનના સ્થળે જ જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે. બે હજારથી વધુ ડેલિગેટે આજે સાબરમતી રિવરફ્રન્ટ પર ઇટાલિયન, મેક્સિકન, ઇન્ડિયન સહિત 28 અલગ-અલગ વાનગીઓનો આસ્વાદ માણ્યો.


ઉલ્લેખનીય છેકે, દેશભરમાં કોંગ્રેસને બેઠી કરવા માટે ગુજરાતમાં મંથન શરૂ થઈ ગયું છે. અમદાવાદના સરદાર વલ્લભાઈ પટેલ મેમોરિયલ ખાતે મંગળવારથી કોંગ્રેસ વર્કિંગ કમિટિ એટલેકે, CWCની મહત્ત્વપૂર્ણ બેઠકનો પ્રારંભ થઈ ગયો છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે, CPP સોનિયા ગાંધી અને વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીની ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં દેશભરમાંથી CWCના સભ્યો હાજર રહ્યાં છે. આ બેઠકમાં મલ્લિકાર્જૂન ખડગેએ કહ્યુંકે, કોંગ્રેસના 140 વર્ષના ઈતિહાસમાં સૌથી વધુ શક્તિ ગુજરાતે આપી છે. અમે ગાંધી-સરદારની ભૂમિ પર પ્રેરણા-શક્તિ લેવા આવ્યાં છીએ. ગુજરાતની આ ભૂમિએ અમને ગાંધી-સરદાર જેવું નેતૃત્વ આપ્યું છે. અમારી અસલી શક્તિ દેશની એકતા-અખંડિતતા તથા સામાજિક ન્યાયની વિચારધારા છે.


આ અધિવેશન ગુજરાતમાં સંગઠનને મજબૂત બનાવવા અને 2027ની વિધાનસભા ચૂંટણી માટે રોડમેપ તૈયાર કરવાની દિશામાં એક મોટું પગલું હશે. એટલું જ નહીં મહાત્મા ગાંધી કોંગ્રેસના પ્રમુખ બન્યા હતા તેને આ વર્ષે 100 વર્ષ પુરા થઈ રહ્યાં છે. આ ઉપરાંત, સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ પણ આવી રહી છે. બંને મહાનુભાવોનો જન્મ ગુજરાતમાં થયો હતો, તેથી કોંગ્રેસ દ્વારા ગુજરાતમાં આ અધિવેશનનું આયોજન કરવામાં આવ્યું છે. અધિવેશનના પ્રથમ દિવસે ત્રણ કાર્યક્રમ યોજાયા હતા બે દિવસીય રાષ્ટ્રીય અધિવેશનના કાર્યક્રમમાં પ્રથમ દિવસે મંગળવારે સવારે સરદાર સ્મારક ખાતે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક યોજાઈ હતી. ત્યારબાદ સાંજના સમયે સાબરમતી આશ્રમ પ્રાર્થના સભા અને મોડી સાંજે રિવરફ્રન્ટ પર સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now