Home Gujarat Congress Submits Report To Governor Regarding Scams

કૌંભાડો અંગે કોંગ્રેસની રાજ્યપાલને રજૂઆત : મનરેગાની જેમ "નલ સે જળ" યોજનામાં પણ કરોડોના કૌંભાડના આક્ષેપ, તપાસની માંગ

કૌંભાડો અંગે કોંગ્રેસની રાજ્યપાલને રજૂઆત
Published by: OBS Bureau
Last Updated: Jul 04, 2025, 12:34 PM IST

રાજ્યમાં વધી રહેલા ભ્રષ્ટાચારના કેસોને લઈ કોંગ્રેસે સત્તાધારી પક્ષ પર સીધો હુમલો કર્યો છે. કોંગ્રેસના નેતા અમિત ચાવડાની આગેવાની હેઠળના પ્રતિનિધિમંડળે રાજ્યપાલને મળીને મનરેગા,નલ સે જળ,ફાર્મસી કાઉન્સિલ કૌભાંડો અંગે આવેદન પત્ર આપ્યું અને તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે.

મનરેગા કૌભાંડમાં અનેક પ્રકારની ગેરરીતિ
મનરેગા અને નળ સે જળ યોજનામાં અનેક પ્રકારની ગેરરીતિ થઈ હોવાના આક્ષેપ કર્યા હતા. આ યોજના હેઠળ રકમની ખોટી નકલી કામ અને બિલિંગ સહિતના આક્ષેપો થયા છે. કેટલાક વિસ્તારોમાં ભાજપ સાથે જોડાયેલી એજન્સીઓના સીધા સામેલ હોવાના પુરાવા હોવા છતાં કોઈ પગલાં લેવાતા નથી. કામ વિના બિલો તૈયાર કરાયા હોવાના ગંભીર આક્ષેપ. રાજ્યભરના અનેક ગામોમાં ખોદકામ અને લાઇન બિછાવટ વગર જ ચૂકવણી થઈ હોવાનો કોંગ્રેસનો દાવો.

સરકાર કાર્યવાહી કરે

કોંગ્રેસે નિષ્ઠાવાન અધિકારીઓની સમિતિ રચવાની માંગ કરી છે. પોલીસે અને સરકાર દ્વારા માત્ર નાની માછલીઓ પકડાય છે, મોટા માથા હજુ પકડથી દૂર રહે છે. સરકારની ભ્રષ્ટાચાર પર નાબૂદી લોકશાહીના હિતમાં છે. જો સરકાર કાર્યવાહી નહીં કરે તો રાજ્યવ્યાપી આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now