Home Gujarat Congress State President Amit Chavda Hits Out At Bjp

'...કમિશન ન પહોંચે ત્યાં સુધી કોઈપણ કામનો વર્ક ઓર્ડર આપવામાં આવતો નથી' : કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ભાજપ પર કર્યા આકરા પ્રહાર

'...કમિશન ન પહોંચે ત્યાં સુધી કોઈપણ કામનો વર્ક ઓર્ડર આપવામાં આવતો નથી'
Published by: OBS Bureau
Last Updated: Feb 02, 2026, 10:46 AM IST

જન આક્રોશ યાત્રા દરમિયાન કપરાડા ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ રાજ્ય સરકાર પર ગંભીર આરોપો લગાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, “ગુજરાતમાં આજના દિવસે ખુલ્લેઆમ કમિશન રાજ ચાલી રહ્યું છે.” અમિત ચાવડાના આ નિવેદનથી રાજકીય માહોલ વધુ ગરમાયો હતો.

'...કમિશન ન પહોંચે ત્યાં સુધી કોઈપણ કામનો વર્ક ઓર્ડર આપવામાં આવતો નથી'

અમિત ચાવડાએ આક્ષેપ કરતાં કહ્યું હતું કે, “જ્યાં સુધી કમલમમાં કમિશન ન પહોંચે ત્યાં સુધી કોઈપણ કામનો વર્ક ઓર્ડર આપવામાં આવતો નથી. કમલમ સુધી કમિશન પહોંચે ત્યાર બાદ જ કોન્ટ્રાક્ટ મંજૂર થાય છે.” તેમણે જણાવ્યું હતું કે, 'કમિશન આપી કોન્ટ્રાક્ટ મેળવનારા ભાજપના વચેટીયાઓ કોઈપણ માણસના જીવની પરવાહ કર્યા વિના ભ્રષ્ટાચાર કરી રહ્યા છે'.

'ભાજપનું કમિશન રાજ ખુલ્લું પડી રહ્યું છે'

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ ભ્રષ્ટાચારના કારણે રાજ્યમાં વિકાસના કામોની ગુણવત્તા ખૂબ જ કથળી ગઈ છે. “આજ કારણ છે કે ક્યાંક બ્રિજ તૂટી જાય છે, રસ્તાઓ પર મોટા ખાડા પડે છે, પૂલ બેસી જાય છે અને પાણીની ટાંકીઓ ધરાશાયી થઈ રહી છે,” એમ તેમણે કહ્યું હતું. વલસાડમાં તાજેતરમાં પાણીની ટાંકીનું સ્ટ્રક્ચર તૂટી પડ્યાની ઘટનાનો ઉલ્લેખ કરતા તેમણે તેને ભાજપના કમિશન રાજનું જીવતું ઉદાહરણ ગણાવ્યું હતું. જન આક્રોશ યાત્રા દરમિયાન અમિત ચાવડાએ કહ્યું હતું કે હવે ભાજપનું કમિશન રાજ ખુલ્લું પડી રહ્યું છે અને જનતા બધું જોઈ રહી છે. તેમણે ઉમેર્યું હતું કે કોંગ્રેસ પાર્ટી રાજ્યમાં ફેલાયેલા

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now