Home International Congress President Mallikarjun Kharge On Reaction On Siddaramaiah As Karnataka Cm

ભાજપની રણનીતિ અપનાવી આ રાજ્યમાં CM બદલશે કોંગ્રેસ? : રાજકીય ઉથલપાથલની વચ્ચે ખડગેની સ્પષ્ટતા, બધું હાઈકમાન્ડ નક્કી કરશે

ભાજપની રણનીતિ અપનાવી આ રાજ્યમાં CM બદલશે કોંગ્રેસ?
Published by: OBS Bureau
Last Updated: Jun 30, 2025, 10:46 AM IST

Mallikarjun Kharge:કર્ણાટકની રાજનીતિમાં ગરમાવો આવ્યો છે. મુખ્યમંત્રી સિદ્ધારમૈયાના પરિવર્તનની અટકળો પર કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, ''આ મુદ્દા પર અંતિમ નિર્ણય પાર્ટી હાઇકમાન્ડે લેશે અને કોઈએ બિનજરૂરી રીતે વિવાદ કે વાતો ફેલાવવી ન જોઈએ''
મુખ્યમંત્રી બદલવા અંગે ખડગેએ શું કહ્યું?
ખડગેએ કહ્યું, "આ સંપૂર્ણપણે હાઈકમાન્ડના હાથમાં છે, અહીં કોઈ કહી શકતું નથી કે, હાઈકમાન્ડ શું વિચારી રહ્યું છે. તેમને નિર્ણય લેવાનો અધિકાર છે, પરંતુ કોઈએ બિનજરૂરી રીતે સમસ્યાઓ ઊભી ન કરવી જોઈએ" અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક દિવસોથી એવી અટકળો ચાલી રહી હતી કે, ઓક્ટોબર 2025માં કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાની જગ્યાએ કોઈ અન્ય વ્યક્તિ આવી શકે છે, પરંતુ ખડગેએ આ અટકળોનો અંત લાવવાનો પ્રયાસ કર્યો છે.
દત્તાત્રેય હોસાબલેના નિવેદન પર મલ્લિકાર્જુન ખડગેની પ્રતિક્રિયા
RSSના મહાસચિવ દત્તાત્રેય હોસાબલેના તાજેતરના નિવેદન પર પ્રતિક્રિયા આપતા, મલ્લિકાર્જુન ખડગેએ તેમના પર ગંભીર આરોપો લગાવ્યા છે. ખડગેએ કહ્યું, "હોસબલે મનુસ્મૃતિ વિચારધારા ધરાવતા વ્યક્તિ છે. તેઓ ગરીબો, દલિતો કે પછાત વર્ગના લોકો પ્રગતિ કરે તેવું ઇચ્છતા નથી. તેમને સમાજવાદ, ધર્મનિરપેક્ષતા, સમાનતા અને સ્વતંત્રતા જેવા સિદ્ધાંતો પસંદ નથી'' તેમણે વધુમાં કહ્યું, "જો સંઘ ખરેખર હિન્દુત્વ પ્રત્યે આટલો ચિંતિત છે, તો તેણે અત્યાર સુધી અસ્પૃશ્યતા કેમ નાબૂદ કરી નથી?

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
ઈરાને અમેરિકાનું E-3 Sentry વિમાન તોડી પાડ્યું
યુદ્ધ વચ્ચે US માં' No Kings Protest'
ટ્રમ્પની મોટી વ્યૂહરચના?
ઇરાન-અમેરિકા યુદ્ધમાં નવો વળાંક?
PM મોદીએ સાઉદીના ક્રાઉન પ્રિન્સ સાથે કરી વાત