Home Gujarat Congress Poster Protest Even Before The Budget Is Presented

'ખેડૂતોએ તેમના સંપૂર્ણ દેવા માફીની જાહેરાત બજેટમાં થવી જોઈએ' : બજેટ રજૂ થાય તે પહેલાં જ કોંગ્રેસનો 'પોસ્ટર વિરોધ'

'ખેડૂતોએ તેમના સંપૂર્ણ દેવા માફીની જાહેરાત બજેટમાં થવી જોઈએ'
Play Video
Published by: OBS Bureau
Last Updated: Feb 18, 2026, 07:00 AM IST

ગુજરાતમાં વર્ષ 2026-27નું બજેટ રજૂ થાય તે પહેલાં જ રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. કોંગ્રેસૉના ધારાસભ્યોએ વિધાનસભા બહાર પોસ્ટર પ્રદર્શન કરીને સરકાર સામે વિરોધ વ્યક્ત કર્યો હતો. બજેટ પહેલા કોંગ્રેસે પ્રજાલક્ષી મુદ્દાઓને પ્રાથમિકતા આપવા સરકારને અનુરોધ કર્યો છે.

'પ્રજાના કરમાંથી બનતા બજેટમાં પ્રજાલક્ષી બાબતોને સ્થાન મળવું જોઈએ'

કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ નિવેદનમાં કહ્યું હતું કે પ્રજાના કરમાંથી બનતા બજેટમાં પ્રજાલક્ષી બાબતોને સ્થાન મળવું જોઈએ. બજેટ માત્ર સરકારની વાહવાહી, મોટા ઉદ્યોગો કે રાજકીય એજન્ડા પૂરતું મર્યાદિત ન રહેવું જોઈએ. તેમણે માંગણી કરી હતી કે ખેડૂતોના સંપૂર્ણ દેવા માફીની જાહેરાત બજેટમાં થવી જોઈએ. સાથે જ રાજ્યમાં ખાલી પડેલા સરકારી પદો માટે ભરતીનું કેલેન્ડર જાહેર કરવું જોઈએ.

કોંગ્રેસએ પેન્શનમાં વધારો કરવાની પણ માંગ કરી

અમિત ચાવડાએ વિધવા પેન્શન અને દિવ્યાંગ જૂથો માટેની પેન્શનમાં વધારો કરવાની પણ માંગ કરી હતી. તેમણે અન્ય ભાજપ શાસિત રાજ્યોની જેમ ગુજરાતમાં બહેનોને 500 રૂપિયામાં ગેસ બોટલ આપવાની તેમજ દર મહિને ત્રણ હજાર રૂપિયાનું સહાય ભેટ આપવાની જાહેરાત કરવાની માંગ કરી. મોટા ઉદ્યોગો કરતાં નાના ઉદ્યોગકારોને પ્રોત્સાહન આપતી યોજનાઓ લાવવા અને કર્મચારીઓ માટે ઓપીએસ (જૂની પેન્શન યોજના)ને સમર્થન આપવાની વાત પણ તેમણે કરી.

'બજેટ પહેલા વચનો આપવામાં આવે છે, પરંતુ તેનો અમલ થતો નથી'

બીજી તરફ, કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલએ જણાવ્યું હતું કે છેલ્લા 30 વર્ષથી રાજ્યમાં ભાજપનું શાસન છે અને બજેટ પહેલા વચનો આપવામાં આવે છે, પરંતુ તેનો અમલ થતો નથી. તેમણે આશા વ્યક્ત કરી કે આ વખતે ગરીબ, મધ્યમવર્ગ અને ખેડૂતોને વાસ્તવિક રાહત મળે. ખેડૂતો દેવામાં ડૂબી રહ્યા છે ત્યારે તેમને બજેટમાં ખાસ રાહત આપવામાં આવે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now