Home Gujarat Congress Mla Jignesh Mevani Change Of Tune

કોંગ્રેસના MLA જીગ્નેશ મેવાણીના બદલાયા સૂર? : પહેલા વિરોધ, હવે સ્ટેચ્યુ ઓફ યુનિટીના કર્યા વખાણ

કોંગ્રેસના MLA જીગ્નેશ મેવાણીના બદલાયા સૂર?
Published by: OBS Bureau
Last Updated: Feb 10, 2026, 10:23 AM IST

જીગ્નેશ મેવાણીના સૂર બદલાયા હોય તેવું જણાઈ રહ્યું છે. વાત જાણ એમ છે કે, પહેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીનો વિરોધ કર્યો હતો અને હવે તેઓ વખાણ કર્યા છે. કોંગ્રેસ નેતા અને વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી પહેલાં સ્ટેચ્યુ ઓફ યુનિટી એરિયા ડેવલોપમેન્ટ ગવર્નર્સ બિલનો વિરોધ કર્યો હતા. 2019માં વિધાનસભામાં તેમણે આ બિલનો વિરોધ કર્યો હતો અને દલીલ કરી હતી કે આ બિલ આદિવાસી સમુદાયના હિતમાં નથી.

જીગ્નેશ મેવાણીના સૂર બદલાયા!

સમય સાથે તેમની દ્રષ્ટિ અને સૂર બદલાયા હોય તેવું જણાઈ રહ્યું છે. હાલમાં મેવાણીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી અને તેને સાંસ્કૃતિક એકતા અને ભારતના વારસાનું પ્રતિક ગણાવ્યું. તેઓએ સરદાર પટેલના ચરણોમાં શ્રદ્ધાંજલિ આપી અને પ્રવાસ દરમ્યાન સ્ટાફનો આભાર માન્યો. મેવાણીએ રાહુલ ગાંધીને પૂછ્યું કે તેઓ ક્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેશે.

મુલાકાત પોથીમાં લખ્યું

મુલાકાત પોથીમાં નોંધ કરતાં મેવાણીએ જણાવ્યું કે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત ખૂબ જ યાદગાર રહી. તેમણે આદિવાસી બહેનો દ્વારા બનાવેલ સાત્વિક ભોજનની પ્રશંસા કરી અને જણાવ્યું કે આ ભોજન માણતાં આનંદ આવ્યો. સાથે જ હેન્ડિક્રાફ્ટ અને સ્થાનિક કલા પર પણ વખાણ કર્યાનું જણાવ્યું. મેવાણીએ બહેનોની મહેનત અને નફો તેમના જ રહે તે માટે પ્રશંસા વ્યક્ત કરી.

આ મુલાકાતથી સ્પષ્ટ થાય છે કે, પહેલા જે વિવાદ અને વિરોધ હતા, તે હવે પ્રોજેક્ટની પ્રશંસા અને માન્યતામાં બદલાઈ ગયા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીનો પ્રવાસ મેવાણીએ સાંસ્કૃતિક વારસો અને એકતા નગર તરીકે અનુભવો અને આદર્શ રીતે યાદગાર બનાવ્યો.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
ગુજરાતના સરહદી નવા જિલ્લામાં PM મોદીની ઐતિહાસિક મુલાકાત
સુરત બહુચર્ચિત નકલી નોટ કૌભાંડ
Play Video
રાજકોટ મારવાડી શેરબજારની હેડ ઓફિસ ભડકે બળી
Play Video
વડોદરાના ડોક્ટરની કાળી કરતૂત
ગુજરાતમાં ત્રણ દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી