Jignesh Mevani statement : કોંગ્રેસ નેતા અને વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી દ્વારા વધુ એકવાર સરકાર અને નિવૃત્ત બે IPS અધિકારી પર પ્રહાર કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે, 'રાજ્ય સરકાર દ્વારા સત્તા ચાપલૂસી માટે એવોર્ડની જાહેરાત કરવામાં આવે તો, આ ફટાક દઈએને આ એવોર્ડ બે નિવૃત્ત કર્મચારીઓને મળી જાય. એવા એક મિસ્ટર ચાવડા અને બીજા બ્રહ્મભટ્ટ. આ બંનેને મારા વિરૂદ્ધ ઉશ્કેરવા માટે ન્યૂઝ ચેનલની ડિબેટમાં કેટલાક લોકોએ બેસાડ્યા હતાં'.
'આ બંને મિત્રોને કહેવા માંગું છું કે...'
વધુમાં કહ્યું કે, 'આ બંને મિત્રોને કહેવા માંગું છું કે, તમે આટલા બધા નિષ્ઠાવાન અને પોલીસ કર્મીઓની ચિંતા કરતા હોવ તો મારૂ એક સૂચન છે કે, 1 ડિસેમ્બરથી ગુજરાત પોલીસના કર્મચારીનો કામના કલાકો નક્કી થાય, ગુજરાત પોલીસનું યુનિયન બને તેમજ ગ્રેડ પેનો લાભ મળે તેમજ સિનિયર IPS અધિકારી કોઈપણ પ્રકારનું ટોર્ચર ના કરે તેમજ સમગ્ર ગુજરાતમાંથી દારૂ અને ડ્રગ્સ બંદી દૂર થાય, તે માટે બંને મહાપુરૂષો પથિકા આશ્રમ પર ધરણા પર બેસી જાઓ'
'સર્વિસમાં હતા ત્યારે તમારે સ્પાઈન અને કરોડરજ્જૂના બહુ ઠેકાણા ન હતા'
તેમણે વધુમાં કહ્યું કે, 'બંને નિવૃત્ત અધિકારીને એક નાનકડી સલાહ છે કે, તમે બંને નિવૃત્ત થઈ ગયા છો તો સવારે થોડું સૂર્ય સ્નાન કરો, આમળાનું અને સરગવાનો જ્યુસ પીવો અને સાથો સાથ થોડો કેલ્શિયમ વાળો ખોરોક પણ ખાઓ કેમ કે તમે જ્યારે સર્વિસમાં હતા ત્યારે તો તમારી સ્પાઈન અને કરોડરજ્જૂના બહુ ઠેકાણા ન હતા, પરંતુ નિવૃત્તિ પછી કદાચ તમારી સ્પાઈન સરખી થાય, આશા રાખું તમને સમજણ પડી હશે'






