Home Gujarat Congress Mahapanchayat In Botad

બોટાદમાં કોંગ્રેસની મહાપંચાયત : ખેડૂતોની સમસ્યાઓ પર કરી ચર્ચા

બોટાદમાં કોંગ્રેસની મહાપંચાયત
Published by: OBS Bureau
Last Updated: Oct 28, 2025, 03:31 PM IST

બોટાદ જિલ્લામાં આજે કોંગ્રેસ પક્ષ દ્વારા કૃષક આંદોલન અંતર્ગત વિશાળ ક્ષેત્રીય મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહાપંચાયત બોટાદના પાળીયાદ રોડ ખાતે કનિયાડ ચોકડી પર યોજાઈ હતી, જેમાં જિલ્લામાં તથા રાજ્યભરના ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ મહાપંચાયતને સંબોધવા માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિક, રાષ્ટ્રીય કોંગ્રેસના મંત્રી ભૂપેન્દ્ર મરાવી, પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, વિધાનસભા વિપક્ષ નેતા તુષાર ચૌધરી, રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલ, રાષ્ટ્રીય સેવાદળ પ્રમુખ લાલજી દેસાઈ, સાંસદ ગેનીબેન ઠાકોર, તથા કૃષક આંદોલન ઈન્ચાર્જ ઇન્દ્રનિલ રાજ્યગુરુ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

કોંગ્રેસની મહાપંચાયત

ધારાસભ્ય જીગ્નેશ મેવાણી, યુથ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ હરપાલસિંહ ચુડાસમા, કિસાન મોરચાના પાલભાઈ આંબલીયા, પૂર્વ ધારાસભ્ય લલિત કગથરા, રૂત્વીજભાઈ મકવાણા, પુંજાભાઈ વંશ, ભોળાભાઈ ગોહિલ, અને રાજેશ ગોહિલ સહિતના રાષ્ટ્રીય તથા પ્રદેશ સ્તરના અનેક આગેવાનો પણ હાજર રહ્યા હતા.

સ્થાનિક સ્તરે ઇન્દ્રનીલ રાજ્યગુરુ, નયનબા જાડેજા, વશરામ સાગઠિયા, પાલભાઈ આંબલીયા તથા અન્ય નેતાઓએ પણ ખેડૂતોની સમસ્યાઓ પર ચર્ચા કરી હતી. મહાપંચાયત દરમિયાન ખેડૂતોની વિવિધ સમસ્યાઓ, ખાસ કરીને કૃષિ ઉત્પાદનોના યોગ્ય ભાવ, વીજળીના દર, પાણીની અછત અને સરકારની નીતિઓ અંગે ચર્ચા થઈ હતી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now