Home Gujarat Congress Leader Tushar Chaudhary Say About The Congress Organization

''બધુ સાઈડમાં રાખીને પારદર્શિતાથી સંગઠનમાં નિમણૂંક કરાશે'' : સંગઠન અંગે કોંગ્રેસ નેતા તુષાર ચૌધરીનું નિવેદન

''બધુ સાઈડમાં રાખીને પારદર્શિતાથી સંગઠનમાં નિમણૂંક કરાશે''
Published by: OBS Bureau
Last Updated: Aug 01, 2025, 01:37 PM IST

ગુજરાત કોંગ્રેસમાં નવા પ્રદેશ પ્રમુખ અને નવા વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાની નિયુક્તિ થયા બાદ ફરી એકવાર કોંગ્રેસ એક્ટિવ મોડમાં આવી છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને પક્ષના નેતા તુષાર ચૌધરીએ એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તુષાર ચૌધરીએ કોંગ્રેસ સંગઠનમાં પારદર્શિતાની વાત કરી છે.


''આ બધુ સાઈડમાં રાખીને પારદર્શિતા પ્રક્રિયાથી અમે સંગઠનની નિમણૂંક''

આ સમગ્ર મુદ્દે કોંગ્રેસ નેતા તુષાર ચૌધરીએ કહ્યું કે, ''ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર એવું બન્યુ છે કે, જિલ્લા કોંગ્રેસ સમિતિ અને મહાનગર કોંગ્રેસ સમિતિના પ્રમુખોની નિયુક્તિ ઉપરની કક્ષાથી થઈ હોય, તે લોકો જે તે જિલ્લા-તાલુકામાં ગયા અને તેમણે સાંભળીને આ નિયુક્તિ દિલ્હીથી કરવામાં આવી છે. વધુમાં કહ્યું કે, ''આ પ્રક્રિયામાં પારદર્શિતા રહેશ, અત્યાર સુધી કોગ્રેસમાં જે પરંપરા હતી, તબક્કો હતો, પહેલા જિલ્લા પ્રમુખને પૂછીને નિયુક્તિ થતી હતી પરંતુ આ વખતે આ બધુ સાઈડમાં રાખીને પારદર્શિતા પ્રક્રિયાથી અમે સંગઠનની નિમણૂંક કરવા જઈ રહ્યાં છે.

''વર્ષ 2025ને સંગઠન વર્ષ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું''

અમિત ચાવડાએ કહ્યું કે, ''ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી દ્વારા વર્ષ 2025ને સંગઠન વર્ષ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે બુથથી લઈ પ્રદેશ સુધીના સંગઠનની સમિક્ષા થાય તેમજ જ્યાં પણ કોઈ કમીયો હોય ત્યાં સુધારા થાય, નવા લોકોને જોડીને તેમજ નવા લોકોને જવાબદારી મળે, સાથો સાથ સંગઠનને વધુ મજબૂત કરવા માટે તેમજ પ્રજાના પ્રશ્નોને લઈ આવનારા દિવસોમાં ગો ટુ પિપલ્સ કાર્યક્રમને અંતર્ગત એક એક ઘરના દરવાજા સુધી કોંગ્રેસનો કાર્યકર પહોંચે તેમજ દરેક સાથે સંવાદ કરે તેમજ તેમના પ્રશ્નો સડકથી લઈ સંસદ સુધી પહોંચાડશે''


''સંગઠન સૃજન અભિયાન''

વધુમાં કહ્યુ કે, ''ગુજરાતમાં સંગઠન સૃજન અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. આખા દેશમાં સંગઠન સૃજન અભિયાનની શરૂઆત થઈ ગઈ છે અને જેની પહેલી શરૂઆત ગુજરાતથી કરવામાં આવી છે. રાહુલ ગાંધીએ ગુજરાતમાં આવીને કાર્યકરો સાથે સંવાદ કર્યો છે. કોંગ્રેસ દ્વારા દરેક જિલ્લામાં સિનિયર નિરક્ષકો નિમવવામાં આવ્યા છે તેમજ આ તમામ પ્રક્રિયાના અંતે જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખોની નિયુક્તિ કરવામાં આવી છે. વોર્ડ સમિતિના પ્રમુખોની પણ નિયુક્તિ કરવામાં આવશે''

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now