Home Gujarat Congress Leader Himmatsinh Patels Nephew Causes Accident By Driving Drunk

કોંગ્રેસ નેતા હિંમતસિંહ પટેલના ભાણિયાએ નશામાં ગાડી ચલાવી અકસ્માત કર્યો : કારમાં બ્લેક ફિલ્મ અને NSUIની પ્લેટ, PI સાથે પણ ગેરવર્તણુક કરી!

કોંગ્રેસ નેતા હિંમતસિંહ પટેલના ભાણિયાએ નશામાં ગાડી ચલાવી અકસ્માત કર્યો
Play Video
Published by: OBS Bureau
Last Updated: Mar 02, 2026, 03:35 PM IST

અમદાવાદ શહેરના મણિનગર વિસ્તારમાં 1 ફેબ્રુઆરીની રાત્રે એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી હતી. પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસના પૂર્વ શહેર પ્રમુખ હિંમતસિંહ પટેલના ભાણિયા તથા યુથ કોંગ્રેસના પૂર્વ શહેર પ્રમુખ વિશાલ ગુર્જર દારૂના નશામાં કાર ચલાવતા ઝડપાયા હતા. મળતી માહિતી અનુસાર, વિશાલ ગુર્જર વર્ના કાર લઈને મણિનગર પોલીસ સ્ટેશન પાસે સિટી કોર્નર હોટલની બાજુમાં પસાર થઈ રહ્યા હતા ત્યારે તેમણે બેદરકારીપૂર્વક ગાડી હંકારી બે વાહનોને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માતમાં એક ગાડી પર ગંભીર લિસોટા પડ્યા હતા અને વાહનોને નુકસાન થયું હતું.

કારમાં બ્લેક ફિલ્મ અને NSUIની પ્લેટ

ઘટના બાદ સ્થાનિક લોકો એકત્ર થઈ ગયા હતા. આરોપી દારૂના નશામાં હોવાને કારણે લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. લોકોએ વિશાલ ગુર્જરને કારમાંથી બહાર કાઢી મેથીપાક પણ આપ્યો હતો. અકસ્માત કરનાર વર્ના કારમાં કાળા કાચ (બ્લેક ફિલ્મ) લગાવેલા હતા, જે નિયમોનું ઉલ્લંઘન ગણાય છે. એટલું જ નહીં, કારની આગળની તરફ NSUIની પ્લેટ પણ લગાવવામાં આવી હતી, જેને લઈને પણ ચર્ચા ઉઠી હતી.

ટ્રાફિક પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી

મણિનગર પોલીસ સ્ટેશન નજીક જ ઘટના બનતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. મણિનગર પોલીસ સ્ટેશનના પીઆઇ વાય.જે. રાઠોડ પણ સ્થળ પર દોડી આવ્યા હતા. જણાવ્યા મુજબ, વિશાલ ગુર્જરે નશાની હાલતમાં પીઆઇ સાથે ગેરવર્તણૂક પણ કરી હતી. ત્યારબાદ ડિવિઝન ટ્રાફિક પોલીસે આરોપી સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી. હાલ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે અને કાનૂની કાર્યવાહી આગળ વધી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now