Home Gujarat Congress Holds A Grand Rally On The Issue Of Par Tapi Narmada River Link Project

પાર-તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ મુદ્દે કોંગ્રેસની મહારેલી : પોલીસ ખડકલા વચ્ચે ધરમપુરમાં આદિવાસીઓનો જમાવડો, ટીગાટોળી અને અટકાયત...

પાર-તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ મુદ્દે કોંગ્રેસની મહારેલી
Play Video
Published by: OBS Bureau
Last Updated: Aug 14, 2025, 09:34 AM IST

વલસાડના ધરમપુરમાં પાર-તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ મુદ્દે કોંગ્રેસે મહારેલી યોજી છે. ડેમ હટાવો સમિતિના નેતૃત્વમાં મહારેલીમાં જોડવવા માટે અંબાજીથી લઈ ઉમરગામ સુધીના આદિવાસી વિસ્તારમાંથી અનેક લોકો આવ્યા છે. મહારેલીમાં વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ, કોંગ્રેસના નેતા અમિત ચાવડા, પ્રવક્તા જીગ્નેશ મેવાણી અને ધરમપુર તાલુકા પંચાયતના અપક્ષ સભ્ય કલ્પેશ પટેલ સહિત અનેક સ્થાનિક આગેવાનો પણ જોડાશે. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે વહેલી સવારથી જ કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

પોલીસનો ખડકલા વચ્ચે મહારેલી

જે મહારેલીમાં 'ડેમ નથી જોઈતો'ના નારા લાગ્યા હતા. અત્રે જણાવીએ કે, આ રેલીમાં વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ, કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, કોંગ્રેસ MLA જીગ્નેશ મેવાણી અને ધરમપુર તાલુકા પંચાયતના અપક્ષ સભ્ય કલ્પેશ પટેલ સહિત અનેક લોકો પણ જોડાયા. કોઈ અનિચ્છનીય ઘટના ન બને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

ટીગાટોળી કરીને અટકાયત

પોલીસે તાપી, ડાંગ અને વલસાડ જિલ્લામાંથી આવતા લોકોને રોક્યા હતા. વઘઈ ખાતે પ્રદર્શન કરવા જઈ રહેલા ડાંગ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મેહુલ ઠાકરની અટકાયત કરવામાં આવી હતી. જ્યાં પોલીસે ટીગાટોળી કરીને કાર્યકર્તાઓની અટકાયત પણ કરી હતી, ત્યારે આ મામલે ધરમપુર વિસ્તારને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now