logo-img
Congress Gujarat Mission Before Local Body Elections

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસનું 'ગુજરાત મિશન'! : ગુજરાત કોંગ્રેસના નેતાઓની રાહુલ ગાંધી સાથે બેઠક, સંગઠનના માળખા મુદ્દે થઈ ચર્ચા

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસનું 'ગુજરાત મિશન'!
Published by: Offbeat Team
| Last Updated: Feb 19, 2026, 02:59 PM IST

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસે ‘મિશન ગુજરાત’ને ગતિ આપવા મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. રાહુલ ગાંધી સાથે ગુજરાત કોંગ્રેસના અગ્રણીઓએ બેઠક યોજી હતી, જેમાં રાજ્યની વર્તમાન રાજકીય સ્થિતિ અને આગામી ચૂંટણીની વ્યૂહરચના પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ તેમજ ગુજરાત પ્રભારી મુકુલ વાસનિક અને કે સી વેણુગોપાલ પણ ઉપસ્થિત રહ્યા હતા.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં મજબૂત પ્રદર્શન માટેની રણનીતિ પર ચર્ચા

ગુજરાત કોંગ્રેસ તરફથી અમિત ચાવડા, તુષાર ચૌધરી, શક્તિસિંહ ગોહિલ બેઠકમાં હાજર રહ્યા હતા. સાથે જ ભરતસિંહ સોલંકી, જગદીશ ઠાકોર અને પરેશ ધાનાણીએ પણ ભાગ લીધો હતો. બેઠકમાં ગુજરાતમાં કોંગ્રેસની વર્તમાન સ્થિતિનું મૂલ્યાંકન કરવામાં આવ્યું અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં મજબૂત પ્રદર્શન માટેની રણનીતિ પર ચર્ચા થઈ.

નવા સંગઠન માળખા અંગે ચર્ચા

અમિત ચાવડા પ્રમુખ બન્યા બાદ નવા સંગઠન માળખાની રાહ જોવાઈ રહી છે, તે મુદ્દે પણ વિસ્તૃત ચર્ચા થઈ હતી. ભવિષ્યમાં પાર્ટીના સંગઠનાત્મક કાર્યક્રમો, કાર્યકરોને સક્રિય બનાવવા અને તળિયાના સ્તરે મજબૂત માળખું ઉભું કરવા માટેના પગલાં અંગે વિચારવિમર્શ થયો. ‘મિશન ગુજરાત’ને સફળ બનાવવા સંગઠન મજબૂત કરવાની જરૂરિયાત પર ભાર મૂકાયો. હાલની રાજકીય પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે એકજૂટ થઈને ચૂંટણી લડવાની દિશામાં આગળ વધવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now