Home International Congress Adhiveshan At Ahmedabad

કોંગ્રેસનું રાષ્ટ્રિય અધિવેશન : રાહુલ ગાંધી દરેક રાજ્યમાં જિલ્લા પ્રમુખોની પસંદગી કરશે: વેણુગોપાલ

કોંગ્રેસનું રાષ્ટ્રિય અધિવેશન
Play Video
Published by: OBS Bureau
Last Updated: Apr 09, 2025, 03:35 PM IST

ગુજરાતમાં સાબરમતીનાં તટે યોજાયેલા કોંગ્રેસનાં અધિવેશનમાં અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનાં સંબોંધન બાદ AICC ઓર્ગેનાઈઝેશન સેક્રેટરી મહાસચિવ કે.સી. વેણુગોપાલે એક મહત્વની જાહેરાત કરી હતી.

કે.સી.વેણુગોપાલે કહ્યું કે કોંગ્રેસ જિલ્લા કોંગ્રેસ સમિતિ, તાલુકા સમિતિ, ગ્રામ્ય સમિતિ, બૂથ સમિતિઓને વધુ શક્તિ આપવા જઈ રહી છે. જેને માટે એક એકશન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. જેનાં ભાગ રૂપે રાહુલ ગાંધી દરેક રાજ્યમાં વર્કશોપ કરશે. જેની શરૂઆત 15 એપ્રિલથી ગુજરાતથી થશે. અને જિલ્લા પ્રમુખોની પસંદગી શરૂ કરશે. રાહુલ ગાંધી 28 એપ્રિલે રાજસ્થાન જશે. કોંગ્રેસ પ્રમુખ અને કાર્યકરો સાથે બેઠકો કરશે. આમ દરેક રાજ્યોમાં રાહુલ ગાંધી બેઠક યોજી જિલ્લા પ્રમુખોની વરણી કરશે. 15 એપ્રિલના પોતાના ગુજરાત પ્રવાસ દરમિયાન રાહુલ ગાંધી પહેલાં પોલિટિક્લ અફેર્સ કમિટીની બેઠક કરશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now