બોટાદના લીંબોડા ગામે કરેલ નાણાંની ઉચાપતને લઈ નોડલઓફિસર, સરપંચ, તલાટી કમ મંત્રી સહિત 17 વિરુદ્ધ ફરીયાદ દાખલ કરવામાં આવી છે. લીંબોડા ગામે 2018 થી 2020 દરમ્યાન સરકારની વિવિધ યોજનાઓના કામો નહિ કરી નાણાની ઉચાપત કરેલ હોવાનું સામે આવ્યું છે. વનીકરણના ત્રણ કામો, બાગાયતના કામો, કેટલશેડનું કામો નહિ કરી સરકારી નાણા પોતાના અંગત કામ માટે કુલ રૂ. 1.82 લાખ રૂપિયા હાથ વગા કરી લીધા હતા.
સ્થાનિક રહિશ દ્વારા 2023માં તકેદારી આયોગમા ભ્રષ્ટાચાર અંગે ફરીયાદ કર્યા બાદ તપાસ કરવામાં આવી હતી. બોટાદ મદદનીશ તાલુકા વિકાસ અધિકારીએ 17 લોકો સામે પાળીયાદ પોલીસ સ્ટેશનમાં ઉચાપતની ફરીયાદ નોંધાવી હતી.
પોલીસે જશવંતભાઈ બેંકર - જિલ્લા કૃષિ નોડલ ઓફિસર, આર.એન.ની આમા-તલાટી કમ મંત્રી હાલ નિવૃત્ત,એમ.એસ. રાવલ - તલાટી કમ મંત્રી, અતુલભાઈ રાજ્યગુરુ - ગ્રામ વિકાસ એજન્સી બોટાદ, દિનેશભાઈ ડાભી -ઈજનેર વોટરશેડ બોટાદ,ઘનશ્યામભાઈ લાખાભાઈ જમોડ - સરપંચ લીંબોડા. અને લાભાર્થીઓ મળી કુલ 17 સામે સરકારી નાણાંની ઉચાપતની ફરીયાદ નોંધી તપાસ હાથ ધરવામાં આવી હતી.
ગુજરાતીઓને અભણ કહેનારા ખડગે પર બગડ્યા 'દાદા': "કોંગ્રેસની સંકુચિત માનસિકતા દર્શાવે છે આવા નિવેદન"


_b7a8c6ca-7f15-441b-a9d0-97f6439f0446.jpg)



