Home Agriculture Colorful Red Yellow Green Flower Keti Income Investment Farmer Farming Market Demand

ફૂલાવર આવકમાં ફાયર! : લાલ, પીળા અને લીલા ફૂલાવરની ખેતીનું આકર્ષણ, 3થી 4 મહિનામાં લખપતિ બનવું હોય તો આજે જ શરૂ કરો આ ખેતી!

ફૂલાવર આવકમાં ફાયર!
Published by: OBS Bureau
Last Updated: Jan 27, 2025, 07:05 AM IST

આમ તો ખેતી એક અનિશ્ચિતતાઓનો વ્યવસાય છે. પરંતુ ખેડૂતો ઈચ્છે તો યોગ્ય પાકની પસંદગી કરીને આવક બમણી કરી શકે છે. જેનું ઉત્તમ ઉદાહરણ છે રંગબેરંગી ફૂલાવર. બજારમાં વધતી જતી વિદેશી શાકભાજીની માગ અને ભાવને ધ્યાનમાં રાખી આ ખેતીથી ખેડૂતોને તગડી આવક થઈ શકે છે. ગુલાબી અને લીલા રંગનું ફુલાવર હવે ગ્રાહકોની સાથે-સાથે ખેડૂતોને પણ પોતાની તરફ આકર્ષિત કરી રહ્યું છે. તે સ્વાસ્થય માટે તો લાભકારી હોવાની સાથે-સાથે ઓછા સમયમાં ખેડૂતો વધારે નફો કમાવીને આપે છે.
રંગીન ફુલાવરની ખેતી
રંગીન ફુલાવરની ખેતી કરતા પહેલા જમીન અને આબોહવાનું ધ્યાન રાખવું જોઈએ. ભારતમાં ખાસકરીને બિહાર, ઝારખંડ, છત્તીસગઢ અને મહારાષ્ટ્ર, ગુજરાતમાં રંગીન ફુલાવરની ખેતીથી ખેડૂતોને સારું પરિણામ મળી રહ્યું છે. તેની ખેતી માટે સપ્ટેમ્બરથી લઈને ઓક્ટોબર સુધી નર્સરી તૈયાર કરવામાં આવે છે. જે બાદ 20થી 30 દિવસની અંદર રોપણીનું કામ કરવામાં આવે છે. રંગબેરંગી ફૂલકોબીઓમાં પીળા રંગના ફૂલકોબીને કેરોટીના, ગુલાબી રંગના ફૂલકોબીને એલેન્ટિલા અને લીલા રંગના ફૂલકોબીને બ્રોકોલી કહેવામાં આવે છે.
રંગીન ફૂલાવરથી કેટલી થાય છે આવક?
રંગીન ફૂલાવરની એક હેક્ટરમાં ખેતી કરવા માટે 200થી 500 ગ્રામ બીજની જરૂર પડે છે. વાવેતરના 100થી 110 દિવસમાં પાક તૈયાર થઈ જાય છે. જેમાં એક હેક્ટરમાં 200થી 300 ક્વિન્ટલ રંગબેરંગી ફૂલકોબીનું ઉત્પાદન થાય છે..બજારમાં સફેદ કોબીના 20થી 25 રૂપિયા ભાવ મળે છે. જ્યારે રંગબેરંગી ફૂલકોબીના બમણા ભાવ મળે છે. ..સ્થૂળતા, હૃદય રોગ અને કેન્સર જેવી બીમારીમાં ખુબ જ ફાયદાકારણ હોવાથી રંગબેરંગી ફૂલકોબીની ડિમાન્ડ પણ વધુ રહેતી હોય છે.. જેથી આ ખેતી ખેડૂતો માટે ચોખ્ખો ફાયદાનો સોદો સાબીત થશે..
આવી રીતે ઉત્પાદન થશે બમણું!
રંગીન ફુલાવરમાં કેમિકલ ફર્ટિલાઈઝરની જગ્યાએ જૈવિક ખાતરનો પ્રયોગ ફાયદેમંદ રહે છે. ખેતી માટે છાંણિયું ખાતર, વર્મીકમ્પોસ્ટ, વર્મીનાશ જેવા ઉર્વરક અને જીવામૃતનો પણ પ્રયોગ કરી શકાય છે. સારી પેદાશ માટે ખેતરને તૈયાર કરતા સમયે અને રોપણી પછી 20 દિવસ બાદ પોષણ પ્રબંધન કરવામાં આવે છે. રંગીન ફૂલાવરના સારા વિકાલ માટે દર 10-15 દિવસના અંતરે સિંચાઈ કરવાની સલાહ આપવામાં આવે છે. સમયસર નીંદણથી પાકને રોગથી રક્ષણ મળશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now