Home National Cm Vijay First Decision Close 717 Liquor Shops Tamil Nadu News

CM બનતા જ વિજયનો પહેલો મોટો નિર્ણય! : ધાર્મિક સ્થળો અને શાળાઓ નજીકની 717 દારૂની દુકાનો બંધ કરવા આપ્યા આદેશ

Vijay's 1st Big Move, Joseph Vijay CM
Published by: Nirali Gohil
Last Updated: May 12, 2026, 04:20 AM IST

Tamil Nadu Politics: તમિલનાડુના નવનિયુક્ત મુખ્યમંત્રી અને સુપરસ્ટાર જોસેફ વિજયે સત્તા સંભાળતાની સાથે જ વહીવટીતંત્રમાં ધરખમ ફેરફારોના સંકેત આપી દીધા છે. 'તમિલગા વે્ટ્રી કઝગમ' (TVK) ના વડા તરીકે રાજ્યની બાગડોર સંભાળ્યા બાદ, વિજયે તેમના પ્રથમ અને અત્યંત મહત્વના વહીવટી નિર્ણયમાં રાજ્યમાં કાર્યરત 717 સરકારી દારૂની દુકાનોને કાયમી ધોરણે તાળા મારવાનો ઐતિહાસિક આદેશ આપ્યો છે. આ નિર્ણય પાછળનો મુખ્ય હેતુ રાજ્યમાં સામાજિક શિસ્ત જાળવવાનો અને પવિત્ર સ્થળોની ગરિમા જાળવવાનો છે.

મુખ્યમંત્રીના આદેશ અનુસાર, ધાર્મિક સ્થળો, શૈક્ષણિક સંસ્થાઓ અને જાહેર બસ સ્ટેન્ડની 500 મીટરની ત્રિજ્યામાં આવતી તમામ દારૂની દુકાનોને આગામી બે અઠવાડિયામાં બંધ કરી દેવામાં આવશે. આ નિર્ણયથી ખાસ કરીને વિદ્યાર્થીઓ અને મહિલાઓમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. વિજયે સ્પષ્ટ કર્યું છે કે તેમની સરકાર જનતાના નૈતિક મૂલ્યો અને સુરક્ષા સાથે કોઈ સમાધાન કરશે નહીં. રાજ્યમાં હાલમાં કુલ 4,765 દુકાનો છે, જેમાંથી ઓળખવામાં આવેલી 717 દુકાનો પર હવે સરકારી તાળા વાગશે.

આ પણ વાંચો: 117 કરોડનાં 11 બંગલા, સાડા 13 કરોડની 7 ગાડી, : દેશનાં બીજા સૌથી અમીર CM છે વિજય

મફત વીજળી અને મહિલા સુરક્ષા માટે 'સ્પેશિયલ ફોર્સ'ની જાહેરાત

દારૂબંધીના કડક નિર્ણય બાદ, મુખ્યમંત્રી વિજયે જનતાને આર્થિક રાહત આપતા 200 યુનિટ મફત વીજળી આપવાની યોજનાને મંજૂરી આપી છે. આ ઉપરાંત, તેમણે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે નીચે મુજબના મહત્વના નિર્ણયો લીધા છે:

  • મહિલા સુરક્ષા: મહિલાઓની સુરક્ષા માટે રાજ્ય સ્તરે એક 'સ્પેશિયલ ફોર્સ'ની રચના કરવામાં આવશે.

  • ડ્રગ્સ વિરોધી અભિયાન: નશાના કારોબારને જડબાતોડ જવાબ આપવા માટે દરેક જિલ્લામાં ડેડિકેટેડ 'એન્ટિ-ડ્રગ્સ યુનિટ' સ્થાપવામાં આવશે.

  • જન કલ્યાણ: સામાન્ય નાગરિકોના જીવનધોરણને સુધારવા માટે વિવિધ કલ્યાણકારી યોજનાઓનું અમલીકરણ ઝડપી બનાવાશે.

રાજ્યની આર્થિક સ્થિતિ પર બહાર પાડશે 'શ્વેતપત્ર'

મુખ્યમંત્રી વિજયે અગાઉની સરકાર પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે તમિલનાડુ હાલમાં 10 લાખ કરોડ રૂપિયાથી વધુના દેવા હેઠળ દબાયેલું છે. ખાલી થયેલી સરકારી તિજોરીની વાસ્તવિકતા જનતા સમક્ષ લાવવા માટે તેમણે 2021થી 2026 સુધીની આર્થિક સ્થિતિનું 'શ્વેતપત્ર' (White Paper) બહાર પાડવાની જાહેરાત કરી છે. તેમણે ખાતરી આપી છે કે ભ્રષ્ટાચાર મુક્ત શાસન અને પારદર્શક આર્થિક નીતિઓ તેમની સરકારની પ્રાથમિકતા રહેશે.

આ પણ વાંચો: આસામમાં ફરી ‘હિમંતા યુગ’ : PM મોદીની હાજરીમાં આજે બીજી વખત લેશે મુખ્યમંત્રી પદના શપથ

તમિલનાડુમાં પ્રથમ વખત ગઠબંધન સરકારનો પ્રયોગ

તમિલનાડુના રાજકીય ઇતિહાસમાં આ પ્રથમ ઘટના છે જ્યારે કોઈ ગઠબંધન સરકાર સત્તા પર આવી હોય. 51 વર્ષીય જોસેફ વિજયની પાર્ટી TVK 107 બેઠકો સાથે સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી છે. કોંગ્રેસ, ડાબેરી પક્ષો અને મુસ્લિમ લીગના ટેકા સાથે કુલ 120 ધારાસભ્યોનું સમર્થન વિજય સરકારને પ્રાપ્ત છે. ટૂંક સમયમાં જ મુખ્યમંત્રી વિજય વિધાનસભામાં પોતાનો 'ફ્લોર ટેસ્ટ' પાસ કરીને પોતાની બહુમતી સાબિત કરશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now