Home Gujarat Cm Pays Tribute To The Victims Of Gambhira Bridge Accident In Gandhinagar

ગાંધીનગરમાં CMએ ગંભીરા બ્રિજ દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ આપી : નિમણૂંક પત્રો એનાયત કાર્યક્રમમાં કહ્યું ''યુવા પેઢી દેશની અમૃત પેઢી છે''

ગાંધીનગરમાં CMએ ગંભીરા બ્રિજ દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ આપી
Play Video
Published by: OBS Bureau
Last Updated: Jul 11, 2025, 01:38 PM IST

ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે એસ.ટી. નિગમના કંડક્ટર કક્ષાના ઉમેદવારો તથા પાણી પુરવઠા વિભાગના વિવિધ સંવર્ગના અધિકારીઓને નિમણૂક પત્ર એનાયત સમારોહ યોજાયો હતો. જેમાં મુખ્યમંત્રીએ ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં મૃત્યુ પામેલાં મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પી હતી તેમજ ઘાયલો ઝડપથી સજા થઈ ઘેર પરત ફરે તેવી પ્રાર્થના કરી હતી.


'યુવા પેઢી દેશની અમૃત પેઢી છે''
અત્રે જણાવીએ કે, આ કાર્યક્રમમાં પાણી પુરવઠા વિભાગના 144 ઇજનેરોને અને એસટીના કંડકટરોને નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે, ''એસટી સામાન્ય માનવીના જીવનને ગતિ આપે છે અને ગુજરાત દેશમાં વિકાસનું રોલ મોડલ બન્યું છે તેમજ આજે ગુજરાત વોટર સરપલસ રાજ્ય બન્યું છે. એસટી કુદરતી આફતો જેવા સમયમાં પણ લોકસેવામાં રહે છે ત્યારે હવે એસટી નિગમની કાયા પલટ થઈ છે'', વધુમાં કહ્યું કે,''યુનિયન તરફથી પણ આજે સંતોષ વ્યક્ત કરાયો છે, અગાઉ વારંવાર ખોટકાતી બસના સ્થાને વોલ્વો બસ દોડે છે, યુવા પેઢી દેશની અમૃત પેઢી છે''

''દસ વર્ષીય કેલેન્ડરથી મેન પાવરનું પ્લાનિંગ કર્યું છે''
CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, રાજ્ય સરકારે દરેક વિભાગોમાં ભરતીના દસ વર્ષીય કેલેન્ડરથી મેન પાવરનું પ્લાનિંગ કર્યું છે, આવી ભરતી પ્રક્રિયા દ્વારા રાજ્યને ટેકનોબળ અને માનવબળ ધરવાતું યુવા મેન પાવર મળશે'' મુખ્યમંત્રીએ આ સંદર્ભમાં કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વિઝનરી લીડરશીપમાં ગુજરાત દેશના વિકાસનું રોલ મોડલ બન્યું છે. એક સમયે પાણીની અછતનો સામનો કરનારું ગુજરાત સુદ્રઢ જળ વ્યવસ્થાપન, વિશાળ વોટર ગ્રીડ અને નર્મદાના જળથી જળક્રાંતિ કરનારું રાજ્ય બન્યું છે તેમ તેમણે ઉમેર્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એમ પણ જણાવ્યું કે, ગામડાના કે શહેરના સૌના પરિવહન માટેની જીવાદોરી સમાન એસ.ટી.માં સેવારત થઈ રહેલા કંડક્ટર કક્ષાના ઉમેદવારો માટે પણ જન સેવાની મોટી ઈશ્વરીય તક આવી છે. તેમણે વડાપ્રધાનએ લોકોને સસ્તી, સારી, સુરક્ષિત અને ટેક્નોલોજી સાથેની પરિવહન સેવા આપવાના નિર્ધારથી એસ.ટી.માં જે કાયાપલટ કર્યો તેની વિશેષ ભૂમિકા આપી હતી. જન સેવાના આ કાર્યોમાં કર્મચારી યુનિયનોએ પણ સહયોગ આપીને એસ.ટી. સેવાઓ અવિરત રાખી છે. આજે નવી એ.સી. વોલ્વો બસ, સ્લીપર કોચ અને ઈલેક્ટ્રીક બસો રાજ્યના માર્ગો પર દોડી રહી છે તેમ તેમણે કહ્યું હતું.
આ તકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિમણૂંક પત્રો મેળવી રહેલા યુવાનોને ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવી હતી

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now