Home Gujarat Cm Bhupendra Patels Foot Slipped

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પગ લપસતા પડ્યા : સદનસીબે 'દાદા' સુરક્ષિત છે, પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ બની દુર્ઘટના

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પગ લપસતા પડ્યા
Play Video
Published by: OBS Bureau
Last Updated: Oct 31, 2025, 10:58 AM IST

અમદાવાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો પગ લપસતા પડી ગયા હતા. જોકે, સદનસીબે 'દાદા' સુરક્ષિત છે તેમને કોઇ વધારે ઇજા થઇ નથી. હકીકતમાં સરદાર પટેલને પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સીડી ઉપરથી નીચે ઉતરી રહ્યા હતા, ત્યારે તેમનો પગ લપસ્યો અને નીચે પડી ગયા.

અમદાવાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પગ લપસતા પડ્યા

અમદાવાદના નારણપુરા વિસ્તારમાં સરદાર પટેલને પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ CM ભૂપેન્દ્ર પટેલનો પગ લપસતા નીચે પડી ગયા હતા. જોકે, ઘટનાસ્થળે હાજર સુરક્ષા કર્મચારીઓ સહિતના લોકોએ મુખ્યમંત્રીને જોયા હતા. સરદાર પટેલને પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ સીડી ઉતરતા સમયે દુર્ઘટના બની હતી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now