મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજરોજ દ્વારકાધીશની પાવન ભૂમિ દ્વારકા ખાતે દેવી ભાગવત કથા, શ્રી મહાચંડી યજ્ઞ અને 1008 મહારુદ્ર અભિષેકમાં સંમેલિત થયા હતા.
ભગવાન દ્વારકાધીશના આર્શિવાદ પ્રાપ્ત કરી દ્વારકાના નાગેશ્વર રોડ ખાતે સ્વ. વિરમભા આશાભા માણેકની પ્રેરણાથી દ્વારકાના ધારાસભ્ય શ્રી પબુભા માણેક દ્વારા આયોજિત વિશ્વ કલ્યાણ અર્થે આયોજિત દેવી ભાગવત કથા અને શ્રીમહાચંડી યજ્ઞ અને 1008 મહારુદ્ર અભિષેકમાં સંમેલિત થયા હતા.
મુખ્યમંત્રીએ નેપાળી બાબા (પરમ તપસ્વી સંત આત્માનંદદાસ મહાત્યાગી)ના આશીર્વાદ મેળવી વિષ્ણુ લોક હવન યજ્ઞશાળા અને શિવ લોક નામ જપ યજ્ઞશાળાની મુલાકાત લીધી હતી. ઉલ્લેખનીય છે કે, 31 જાન્યુઆરી, 2026 સુધી આયોજિત આ ધાર્મિક આયોજનમાં ભારતભરમાંથી 21 હજાર બ્રાહ્મણો દ્વારા 58 કરોડ જાપ કરવામાં આવી રહ્યાં છે તેમજ દેશભરમાંથી સાધુ, સંતો, મહાત્માઓ આ આયોજનમાં સંમેલિત થયા છે.
Rath Yatra 2026વર્ષમાં માત્ર એકવાર!: આજે ભગવાન જગન્નાથ ધારણ કરશે દુર્લભ ગજવેશ, જમાલપુરમાં ભક્તોનો ઉમટ્યો જનસાગર






